છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજપુત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલીના નેતૃત્વ હેઠળ હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજીની 485 મી જન્મ જયંતી ની ઉજવણી રાજપૂત યુવા સંગઠન દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસભેર ભવ્ય શોભાયાત્રા સાથે કરવામાં આવી ત્યારે બોડેલીના અલીપુરા સ્થિત રાજપૂત સમાજ ભવનથી સવારના 10:00 કલાકે ડીજેના તાલ સાથે આતીસબાજી અને રાજપૂત સમાજના યુવક -યુવતીઓ ઘોડા પર સવાર થઈ ટ્રેક્ટર માં હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપજીની સુંદર છબી ને બિરાજમાન કરી તેનું નેતૃત્વ કરતા શોભાયાત્રા આગળ વધી ત્યારે રાજપૂત સમાજનાં પ્રમુખ ઘનશ્યામસિંહ દોલતસિંહ ઘરીયા , સાથે સમાજનાં અગ્રણીઓ ભારતસિંહ રાઠોડ, જોરાવરસિંહ ધરીયા, કીર્તિરાજસિંહ પરમાર,અર્જુનસિંહ વાસદીયા, જયપાલસિંહ મહારાઉલ, રાજપુત ઉત્કષ મંડળ બોડેલીના મહિલા પ્રમુખ ચંદ્રકુવરબા શિનોરા, સાથે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ,અને મોટી સંખ્યામાં યુવક યુવતીઓ જોડાઈ બોડેલીના રાજમાર્ગો પર ફરી શોભાયાત્રા અલીપુરા ચાર રસ્તા રામચોક પર આવી હતી ત્યારે શોભાયાત્રા દરમિયાન સમાજના યુવકોએ તલવારબાજી ના કરતબ બતાવી લોકોના દિલ જીતી લીધા હતા ત્યારે અલીપુરા રામચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ , વૈષ્ણવ સમાજ,RSS સંઘ,સહિત વિવિધ હિન્દુ સંગઠનોનાં અગ્રણીઓ દિપક વિજયવર્ગીય, રાજુભાઈ શાહ, અશ્વિનભાઈ શાહ, જીગ્નેશ ચોકસી, કૃણાલ બારીયા, નિરજ ઠક્કર, રાજુભાઈ સુથાર વિગેરે દ્વારા રાણા પ્રતાપસિંહજીની શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શોભાયાત્રા પરત રાજપૂત સમાજ ભવન ખાતે પહોંચી શોભાયાત્રા સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં રાજપૂત સમાજ દ્વારા સ્વરુચિ ભોજન બાદ લોકો છૂટા પડ્યા હતા.