उदैपुरगुजरात
Trending

રાજય કક્ષાની ઓનલાઈન બ્રિફિંગ બેઠકમા છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી ગાર્ગી જૈન અને અને ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશકુમાર શર્મા જોડાયા

રાજયભરમા તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે

IMG 20250610 WA0116
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ બાબતે મહાનુભાવો અને અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજય કક્ષાની બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. આ બેઠકમા જિલ્લા કલેકટર સુશ્રી ગાર્ગી જૈન અને ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શૈખ સહિત જિલ્લા, અને રાજયભરના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : ૨૦૨૫ અંતર્ગત આગામી તા.૨૬ થી ૨૮ જૂન-૨૦૨૫ દરમિયાન તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાનાર છે. કલેકટર કચેરીના વી.સી હોલ ખાતે યોજાયેલ આ ઓનલાઈન બેઠકમા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર શ્રી શૈલેશ ગોકલાણી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જશવંતસિંહ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સેજલ સંગાડા સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!