A2Z सभी खबर सभी जिले की
Trending

બોડેલી તાલુકાના બડાલીયા પ્રાથમિક શાળાનાનો શિક્ષક હાજર ન રહેતા ગ્રામજનો વિફરીયા લાબા સમય બાદ હાજર થવા આવેલા શિક્ષકને ગ્રામજનોએ હાંકી કાઢયો

ઉંટકોઈ તાલુકા પંચાયત સદસ્ય મહક પટેલ તેમજ રાજેન્દ્રસિંહ રાજપૂત, વિમલસિંહ દિલાવર સિંહ એ ઉગ્ર રજૂઆત કરી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બડાલીયા પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષક સતત ગેરહાજર રહેતા અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકો નું ભણતર અંધકારમાં મુકાઈ ગયું છે શિક્ષક સતત ગેરહાજર રહેતા શિક્ષક ની બેદરકારીના કારણે આજુબાજુ ની શાળાના શિક્ષકોએ બાલ વાટિકા થી લઈ એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવવા આવવુ પડતું હોય છે. જેથી બાળકો અને વિદ્યાર્થીઓને પૂરતુ શિક્ષણ ન મળતા આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા વિધાર્થીઓનું અભ્યાસ અંધકારમાં મુકાઈ રહ્યું છે બોડેલી તાલુકાની બડાલીયા પ્રાથમિક શાળા ના શિક્ષક સંદીપ કુમાર પી રાઠવા ૩૦/૯/૨૦૨૪ થી સતત શાળામાં સતત ગેરહાજર રહેતા આદિવાસી સમાજના વિધાર્થીઓનુ ભણતર અંધકારમાં મુકાઈ ગયુ હતુ લાંબા સમયથી શિક્ષક ગેરહાજર રહેતા અચાનક આજે ૧/૦૭/૨૦૨૫ ના રોજ શિક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી ના હાજર થવાનો હુકમ લઈ ને ફરી હાજર થવા આવતાજ ગ્રામજનો વિફરયા હતા.અને પ્રાથમિક શાળામાં હાજર થવા આવેલા શિક્ષકને ગ્રામજનોએ હાંકી કાઢ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી જો આ શિક્ષકને અમારી શાળામાંથી બહાલી કરવામાં નહીં આવે તો શાળાને તાળા બંધી કરવાની ફરજ પડશે. ગ્રામજનો દ્વારા શિક્ષકની બદલી કરવા જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અને પાવી જેતપુર ધારાસભ્ય ને પત્ર લખી બદલી કરવાની ગ્રામજનોએ સાથે ઉટકોઈ તા.પંચાયત સદસ્ય ડો. મહક પટેલ ઉગ્ર રજૂઆત કરી. જિલ્લા શિક્ષણ અધિકારીએ ગામજનોને ટેલીફોન આશ્વાસન આપતા જણાવ્યું હતું કે હાલમાં હમણાં તમે શિક્ષકને હાજર કરી લો આવનારા દિવસોમાં શિક્ષકની ભરતી થશે તો બીજા શિક્ષકની વ્યવસ્થા કરી આપવામાં આવશે પરંતુ ગામના લોકો એકના બે નો થયા અને શિક્ષક સંદીપ રાઠવા ને શાળામાં પ્રવેશ કરવા પ્રતિબંધ લગાવી દીધો.. જિલ્લા શિક્ષણ અધિકારીએ નસવાડી નહીં તો કવાંટ બદલી કરી આપવા આશ્વાસન આપ્યું…… હવે જોવાનું એ રહ્યું કે ગેરહાજર રહેતા શિક્ષક ની જિલ્લા અધિકારી બદલી કરી નિયમિત શિક્ષક મૂકવામાં આવશે કે નહિ.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!