गुजरात
Trending

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “યોગ એવોર્ડ” માટે અરજીઓ મંગાવવામાં આવી

યોગ અને તેની સાથે સંકળાયેલ કો-ઓર્ડિનેટ, કોચ અને ટ્રેનરને પ્રોત્સાહન આપવાની સરકારની યોજના

રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ કો-ઓર્ડિનેટ, કોચ અને ટ્રેનરને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવામાં આવે છે.

 

આ અંતર્ગત એવોર્ડ મેળવવા ઈચ્છુક લોકોએ અરજી કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ (3) વર્ષ યોગનાં ક્ષેત્રમાં યોગદાન આપેલ હોવું જરૂરી છે. તેમજ યોગ બોર્ડ દ્વારા આપવામાં આવતા યોગ કોચ અને યોગ ટ્રેનર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. આ એવોર્ડ માટે ઉંમરમાં કોઈ બાધ નથી.

 

અરજી કરવા માટે સંપૂર્ણ બાયોડેટા અને માંગેલ તમામ પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનામાં ફોટો સાથેની અરજીમાં પૂરું નામ, સરનામું, સંપર્ક નંબર, તેમજ છેલ્લા ત્રણ વર્ષ માટે યોગ ક્ષેત્રે કરેલ કાર્યનાં ફોટા સાથેનાં નક્કર પુરાવા વાળી અરજી મોકલવાની અંતીમ તારીખ ૦૫/૦૧/૨૦૨૫ છે. તેમજ કોઈપણ એક કેટેગરીમાં જ અરજી કરી શકાય છે.

અરજી મોકલવાનુઇં સરનામું જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, એ-૮, બીજો માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે ઓફીસ સમયે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી આપવા જણાવવામાં આવે છે. અધુરી વિગતો વાળી તેમજ સમય મર્યાદા બહાર મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ. જેની નોંધ લેવી.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!