છોટાઉદેપુર નગરના ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે ૧૪મી એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.ફાયર સેફ્ટીના સાધનો સાથે ફાયર ફાઇટરોએ છોટાઉદેપુર નગરમાં રેલી યોજાઈ હતી. આ રેલી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. 14 એપ્રિલ 1944 ના રોજ ઈંગ્લેન્ડથી આવેલા અને મુંબઈના વિકટોરિયા ડોક યાર્ડમાં લંગારેલા “ફોર્ટ સ્ટાઇકિન” માલ વાહક જહાજમાં અચાનક ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી, આ આગમાં મુંબઈ ફાયર વિભાગના ૬૬ અગ્નિસામકો શહીદ થયા હતા.આ ૬૬ ફાયર ફાઇટરોની બહાદુરી, બલિદાન અને સમર્પણને યાદ કરી શ્રધ્ધાંજલિ આપવા આવી હતી . દર વર્ષે ૧૪મી એપ્રિલ એ “અગ્નિશમન દિવસ” ઉજવણી કરવામાં આવે છે . UNITE TO IGNITE A FIRE – SAFE INDIA થીમ પર ૧૪મી થી ૨૦મી એપ્રિલ સુધી ફાયર સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન હોસ્પિટલ, શાળાઓ તેમજ રહેણાક વિસ્તારમાં ફાયર સેફટીની ટ્રેનિંગ, મોકડ્રીલનું આયોજન કરી લોકજાગૃતી લાવવામાં આવશે. તેમ ઇન્ચાર્જ ફાયર આફિસરશ્રી મનોજભાઈ ડિંડોરે જણાવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો દ્રારા જામનગરમાં બિપોરજોય વાવાઝોડામાં ૧૦ દિવસ રોકાઈ કરેલ કામગીરી તથા વડોદરામાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું પાણી શહેરનાં વિવિધ વિસ્તારમાં ભરાય જતા છોટાઉદેપુરની ફાયર ટીમે ૩ દિવસ રોકાઈ કરેલ રાહત બચાવ કામગીરીને નગરપાલિકા પ્રમુખશ્રી મંજુલાબેન કોળીએ બિરદાવી હતી. છોટાઉદેપુર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી પરવેઝભાઈ મકરાણી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના DPO શ્રી ધ્રુપેન કુમાર પટેલ, નગરપાલિકાના સભ્યો અને ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.