વડોદરા સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 10/04/2025 ના રોજ સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો પાંચ વર્ષથી 75 વર્ષ સુધીના 15000 સ્પર્ધકોએ આ ખેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ અપાયા હતા ભારતના આદરણીય વડાપ્રધાન સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ દેશમાં સાંસદ ખેલ સ્પર્ધા નું આયોજન કરવા સૂચન આપેલ . જેમાં સપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાતના ખેલ મંત્રી તથા વડોદરાના સાંસદ સભ્ય દ્વારા વડોદરા જીતશે ના સ્લોગન થીમ સાથે 11 જેટલી રમતોનો ડિસેમ્બર થી જાન્યુઆરી 2024 દરમિયાન ખેલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15000 થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો એ સ્પર્ધામાં દિવ્યાંગ ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો સાંસદ ડો. હેમાંગ જોશીના દ્વારા સમાપન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર ,મેયર ,પૂર્વ સાંસદ, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ તથા હોદ્દેદારો હાજર રહી વિજેતા ખેલાડીઓને સન્માન પત્ર તથા મેડલ એનાયત કરેલ હતા જેમાં કરાટે સ્પર્ધામાં ઓક્ઝિલયમ કોન્વેન્ટ હાઈસ્કૂલમાં માં અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ ઉમર 15 નાઓએ અંડર 17 કેટેગરીમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ તથા તેનો ભાઈ આર્યન કલ્પેશ પાટીલ ઓપન કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ હતો આર્યન પારુલ યુનિવર્સિટીમાં પીપીઆઈ માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નો અભ્યાસ કરે છે આમ આર્યન પાટીલ અને ઝીલ પાટીલે મેડલ જીતી પોતાના પાટીલ પરિવારને સન્માન અપાવેલ છે આર્યન ,ઝીલ કરાટે ની તાલીમ પ્રતીક તથા અનુપ સર પાસે લે છે. ઝીલ પાટીલ કરાટેમાં બ્લેક બેલ્ટ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે કરાટેમાં તેને રાષ્ટ્રીય તથા રાજ્ય તથા જિલ્લા લેવલે 15 થી વધુ મેડલ પ્રાપ્ત કરેલ છે તેના પિતા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.