गुजरात

સાતલપુર રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણીની ઉઠી પોકાર તંત્ર પાણી આપવામાં નિષ્ફળ 

પાટણ જિલ્લાના સાતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા પોતાનો પરિવાર નુ ભરણ પોષણ કરવા માટે રણ ની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવી ગરમીની અંદર મીઠું પકવતા અગરિયા લોકો માટે દરશાલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે

પરંતુ આ સાલ તંત્રની બેદરકારીના કારણે 700 થી વધારે પરિવારો રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે પરંતુ તંત્ર પાસે અગરિયાઓ દ્વારા આ સાલ પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવા માંગણી કરવામાં આવી હોવા છતાં અગરિયાઓને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતું નથી તેને લઈને 45 ડિગ્રીથી વધુ ગરમી ની અંદર રણની અંદર મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ગંદુ અને ખરાબ પાણી પીવા અને વેચાતું લાવી પાણી પીવા મજબૂર બન્યા છે

ત્યારે અગરિયાઓ તંત્ર પાણી ન પહોંચાડતા હોય તેવો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે તેમને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દર સાલની માફક આ સાલે પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને પડી ની વ્યવસ્થા કરવા રણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની માગણી ઊઠવા પામી છે

Vande Bharat Live Tv News બ્યુરો ચીફ ગોવાભાઈ આહીર પાટણ

Back to top button
error: Content is protected !!