गुजरात
Trending

સુરત ગ્રામ્યના કિમ ફાટક વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.*

છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ કે કિમ ફાટક સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરાયેલ હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયલક આગળ-પાછળ નંબર પ્લેટ વગરની લઈને એક ઇસમ ફુલમાલ, રાયસા, સિહાદા થઈને પાનવડ બાજુ જનાર છે જે ચાલકે મહેંદી કલરનું શર્ટ અને વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે સિહાદા ચાર રસ્તા પાસે વોચમાં હતા તે દરમ્યાન રાયસા ગામ તરફથી ઉપરોક્ત બાતમીની હકીકત વાળો ઇસમ મોટર સાયકલ લઈને આવતા તેને ઉભો રાખવા માટે હાથ વડે ઇશારો કરતા તેણે પોતાની મોટર સાયકલ થોડે દુર જઈને ઉભી રાખેલ અને મોટર સાયકલ રોડ ઉપર નાખી ભાગવા લાગેલ જેથી તેને કોર્ડન કરી સદર ઇસમને તેનુ નામઠામ પુછતા મહેન્દ્રભાઇ નારસિંગભાઇ તોમર ઉ.વ.૨૧ રહે.ચિખોડા કવલી ફળીયા તા.સોંડવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો હોવાનુ જણાવેલ તેમજ તેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા તેના પાસે ન હોવાનુ જણાવેલ જેથી તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર મોટર સાયકલ કિમ ફાટક સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી તેણે આજથી આસરેક એકાદ વર્ષ પહેલા ચોરી કરેલ હોવાનું કબૂલ કર્યું હતું અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર


Discover more from Vande Bharat Live Tv News

Subscribe to get the latest posts sent to your email.

Back to top button
error: Content is protected !!

Discover more from Vande Bharat Live Tv News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading