गुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લાના કંવાટ સરકારી વિનયન કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ 2025 યોજાયો

258 વિદ્યાર્થીઓએ જુદી જુદી કંપનીઓમાં સ્થળ પર પસંદગી

ગુજરાત સરકારશ્રી ના શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ વિભાગ ગાંધીનગર અને KCG અમદાવાદના માર્ગદર્શન હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે રોજગાર મેળાનું આયોજન થાય છે . આ વર્ષે છોટાઉદેપુર મેગા પ્લેસમેન્ટ 2025 છોટાઉદેપુર જિલ્લાની નોડેલ કોલેજ સરકારી વિનયન કોલેજ જામલી કવાટ ખાતે અત્રે નોડ ના જોનલ અધિકારી શ્રી ડોક્ટર કે બી જૂંડાલ્, સબ જોનલ શ્રી ડૉ.જે.વી.ભોલંદા કોલેજના પ્રિન્સિપાલ અને નોડલ ઓફિસર ડોક્ટર અર્ચના.એ.ત્રિવેદી અને ઝોનલ સાહેબના પ્રતિનિધિ તરીકે હાજર શ્રી અજીતભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ તારીખ 7 માર્ચ 2025 ના શુક્રવાર ના રોજ થયો હતો છોટાઉદેપુર જિલ્લાની સરકારી પોલીટેકની અને ગ્રાન્ડ ઈન એડ મળીને કુલ 8 કોલેજના કુલ 1379 વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હતું આ મેગા પ્લેસમેન્ટ 2025 માં હાલ રજીસ્ટર વિદ્યાર્થીઓમાંથી ૪૫૬ જેટલા વિદ્યાર્થીઓ અને 11 કંપનીના કુલ 2280 સાથે ઉપસ્થિત રહી હતી જે પૈકી 258 વિદ્યાર્થીઓએ જુદી જુદી કંપનીઓમાં સ્થળ પર પસંદગી પામ્યા હતા. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાની આર્ટ કોલેજના આચાર્યશ્રીઓ સરકારી વિજ્ઞાન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી નિશાનભાઇ પરમાર સમિતિના સભ્યપદ કામગીરી કરતા વિવિધ કોલેજના અધ્યાપક મિત્રો અને કવાટ કોલેજના એન એસ એસ વિભાગના સ્વયંસેવક વિદ્યાર્થીઓ તેમજ અત્રેની કોલેજ પરિવારના સ્ટાફ મિત્રો હાજર રહી મેઘા પ્લેસમેન્ટ ને સફળ બનાવ્યો.

વિરેન્દ્રસિંહ દેસાઈ કવાંટ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!