गुजरात
Trending

બોડેલી ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય -વિજ્ઞાન પ્રવાહ ની બોર્ડ પરીક્ષા નો આજથી શુભારંભ થયો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલી, ખત્રી વિદ્યાલય બોડેલી તેમજ અલીપુરાની શ્રી નવજીવન હાઈસ્કૂલ સાથે ખેરવા રોડ પર આવેલ શિવ ભારતી સ્કૂલ ખાતે સવારે ધોરણ 10 ના ગુજરાતી વિષયના પેપરની પરીક્ષા સાથે બોર્ડ પરીક્ષા નો પ્રારંભ થયો જેમાં ઉપરોક્ત બોડેલીની શિરોલાવાલા હાઇસ્કુલ માં કુલ 611 પરીક્ષાાર્થીઓ પૈકી 11 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા બંને યુનિટમાં થઈ 600 પરીક્ષાર્થીઓએ સવારે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર ની પરીક્ષા આપી હતી, જ્યારે બપોરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા બપોરે ત્રણ કલાકથી શરૂ થઈ જેમાં બોડેલીની શેઠ એચ એચ શિરોલા વાલા હાઇસ્કુલમાં કુલ 416 વિદ્યાર્થીઓ પૈકી 9 ગેરહાજર રહેતા કુલ 407 વિદ્યાર્થીઓએ ફિઝિક્સ વિષયના પ્રશ્નપત્ર ની પરીક્ષા આપી હતી. બોડેલીની શિરોલાવાલા હાઇસ્કુલ ખાતે સવારે ગુજરાતી ના પ્રશ્નપત્ર વખતે શીરોલા વાલા હાઇસ્કુલ કમિટી ટ્રસ્ટનાં મંત્રી ભાવેશકુમાર શિરોલાવાલા સાથે પબ્લિક પ્રોસિક્યુટર યોગેશભાઈ દરજી એ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગુલાબ આપી ગોળ ખવડાવી મીઠું મોં કરાવી પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે બપોરના ધોરણ 12 સાયન્સ ના સેશનમાં બોડેલીના પી.આઈ ડી.એસ વાઢેર સાહેબ અને સાથે સંસ્થાના મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા એ વિદ્યાર્થી ભાઈ બહેનોને ગુલાબ આપી ગોળ ખવડાવી. મોઢું મીઠું કરાવી પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે બોડેલી નવજીવન હાઈસ્કૂલ ખાતે સવારે ગુજરાતીના પ્રશ્નપત્ર વખતે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગુલાબ આપી મીઠું મોંઢુ કરાવી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી..

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!