છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી પાવીજેતપુર બોડેલી સંખેડા તાલુકા માંથી પસાર થતી હોય છે અને છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી સંખેડા તાલુકામાં રેતીની અસંખ્ય લીજો આવેલી હોય અવારનવાર રેત માફિયાઓ દ્વારા ઓરસંગ નદીમાંથી રેતી ખનન થતું હોય છે નદીમાં બેફામ રેતીખનન ચાલી રહ્યું છે. જે અંગે રેતી માફિયાઓ દ્વારા નદીમાં ટ્રેક્ટર અને જેસીબી મશીન ઉતારી સફેદ રેતી ખનીજનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઓરસંગ નદીમાં છોટાઉદેપુર નગરની સામે કિનારે પાધરવાટ, ઓલીઆંબા, નાલેજ, જેવા વિસ્તારો નજીકમાં ધોળે દિવસે ટ્રેક્ટર ઉતારી બેફામ રેતીખનન ચાલી રહ્યું હોવાના વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. રેતી ખનનનો અગાઉ પણ ઘણીવાર વિડીયો વાયરલ થયા હતા થોડા સમય અગાઉ વિજિલન્સ ની ટીમ દ્વારા અનેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું અને વાહનો ઝડપી પાડ્યા હતા. પરંતુ હાલ પરિસ્થિતિ જેસે થે તેવી થઈ ગઈ છે. કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે છોટાઉદેપુર શહેર નજીક બેફામ રેતી ખનન નો વિડીયો વાયરલ થયો છે જે ખાન ખરીદ દ્વારા એના પર કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે