उदैपुरगुजरात
Trending

બોડેલીમાંથી નીકળતી ગટર લાઇનના નિરીક્ષણે જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદના સૂચનો – ચોમાસા પહેલા ગંદકી દૂર કરવાની માંગ

ખુલ્લી નાલીઓ, અવરોધિત નિકાલ અને દુર્ગંધ સામે કલેક્ટરનો કડક અભિગમ

IMG 20250611 082752
છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર બોડેલી શહેરની મુલાકાતે આવ્યા હતા અને શહેરમાંથી નીકળતી મુખ્ય ગટર લાઇન અને નાળાઓનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. ચોમાસાની ઋતુ નજીક હોવાથી કલેક્ટરે ખાસ કરીને પાણી ભરાવાની અને બાંધકામ અધૂરી નિકાલ લાઇનના મુદ્દે તાકીદના સૂચનો આપ્યા હતા. નગર માં કેટલાક વિસ્તારોમાં ખુલ્લી નાળીઓમાં ગંદકી, પ્લાસ્ટિક અને દુર્ગંધથી ભરેલી ગટર લાઇનો લોકો માટે તકલીફદાયક બની ગઈ છે. વરસાદ આવે ત્યાં પહેલા આ અવરોધ દૂર કરવાની મહત્વની જરૂરિયાત હોવાને કલેક્ટરે તંત્ર સમક્ષ સ્પષ્ટ કરી હતી. ક્લેક્ટરે તાત્કાલિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવા, તમામ ગટર લાઇન અને નાળાઓની સફાઈ માટે સક્રિય કામગીરી શરૂ કરવા, તેમજ બાંધકામ હેઠળના નિકાલના કામોને ચોમાસા પહેલા પૂરાં કરવા માટે નિર્દેશ આપ્યો. સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદો અને વરસાદ દરમિયાન પાણી ભરાવાની જૂની સમસ્યાઓને ધ્યાનમાં રાખી કલેક્ટરે જણાવ્યું હતું કે, “ચોમાસા પહેલા બોર્ડેલીમાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત હોવી જોઈએ.” તંત્ર દ્વારા આગામી દિવસોમાં સફાઈ અભિયાન, ગટર લાઇન રિપેર અને નિકાલ સુદ્રઢ કરવાની કામગીરી શરૂ થવાની શક્યતા છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!