A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

PM મોદી કચ્છમાં: ભુજમાં વડાપ્રધાનને આવકારી કચ્છી માડુંઓમાં ઉત્સાહિત, 10 હજાર મહિલાઓ કેસરી સાડીમાં સ્વાગત કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુજની મુલાકાતે આવ્યાં છે. તેઓ રાજ્યના 9 જિલ્લાઓ માટે 53 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની જાહેરાત કરી છે. આ અવસરે ભુજ શહેર તિરંગાના રંગે રંગાયું છે.

વડાપ્રધાનના સ્વાગત માટે દોઢ કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મીરજાપર માર્ગે યોજાનારી જાહેર સભા પહેલાં આ રોડ શો યોજાશે. વડાપ્રધાનના સ્વાગત માટે 10 હજાર પરિણીત મહિલાઓ કેસરી સાડી પહેરીને આવી છે. તેમણે માથે સિંદૂર પણ લગાવ્યું છે.

એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે. તેઓ હાથમાં તિરંગો લહેરાવી રહ્યા છે. વાતાવરણ દેશભક્તિમય બની ગયું છે અને લોકો ‘ભારત માતા કી જય’ના નારા લગાવી રહ્યા છે.

Show More
Back to top button
error: Content is protected !!