A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

ચૂંટણી: ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાની સાથે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે

ગ્રામપંચાયતની ચૂંટણીમાં મુરતિયાનો રાફડો ફાટશે

કચ્છમાં 166 ગ્રામપંચાયત અને 241 બેઠકો પર પેટા ચૂંટણીને લઇને આજે સોમવારે જાહેરનામું બહાર પડવાની સાથે ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ થશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.28-05ના કચ્છ સહિત રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરતાની સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ છે. જે મુજબ કચ્છમાં સામાન્ય, વિભાજન અને મધ્યસત્રની 166 ગ્રામપંચાયતોની અને ગ્રામપંચાયતોની 241 બેઠકોની પેટા ચૂંટણીને લઇને આગામી તા.22-06ના સવારે 7થી 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. આજે તા.02-06, સોમવારના જાહેરનામું પ્રસિધ્ધ થવાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થશે. તા.09-06 સુધી ઉમેદવારી ફોર્મ ભરાવાના હોઇ ગ્રામપંચાયતોના સરપંચપદ અને સભ્યો માટે ઉમેદવારોનો રાફડો ફાટશે. કચ્છમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેમાંય ખાસ કરીને જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રે ફુંકાયેલા વાયરા બાદ જે ગ્રામપંચાયત વિસ્તારમાં ઔદ્યોગિક એકમ હોય તેવી ગ્રામપંચાયતોમાં તો ઉમેદવારોનો રાફડો ફાટી નીકળશે. નોંધનીય છે કે, ચૂંટણીને લઇને રાજ્ય સરકારના વિવિધ ખાતાના અધિકારી, કર્મચારીઓની તબીબી કારણો સિવાયની રજાઓ મંજૂર ન કરવા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. કચ્છના તંત્ર દ્વારા પણ ચૂંટણીને લઇને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!