क्राइमगुजरात

પાટણ જિલ્લાના સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારના નેદ્રા ગામેથી એક કા ડબલ કરવાના ઇરાદે છેતરપીડી આચરતા ઇસમોને બનાવટી ચલણી નોટો ( મનોરંજન ) સાથે પકડી પાડતી એલ.સી.બી.ટીમ , પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી , વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ પાટણ જીલ્લામાં ગુનાહિત તથા અસામાજીક પ્રવૃતિ રોકવા સુચના કરેલ હોઇ જે આધારે અમો પોલીસ ઇન્સ્પેકટર આર.જી.ઉનાગર એલ.સી.બી. પાટણનાઓને હકિકત મળેલ કે , નેદ્રા ગામથી સિધ્ધપુર તરફ બે ઇસમો એક HF DELUXE , GJ – 24 – BA – 3322 મો.સા. ઉપર પોતાની પાસે ભારતીય ચલણી નોટોના બંડલોમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય મનોરંજન બેંકની નોટોના બંડલો બનાવી લોકોને એક ના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરે છે . જે હકિકત આધારે વૉચ ગોઠવી બન્ને ઇસમોને પકડી પાડેલ અને તેઓ પાસેથી મળેલ નોટો ના બડંલ જોતા જેમાં બંડલના ઉપરના ભાગે જ

ભારતીય ચલણની અસલ નોટો ગોઠવેલ અને નીચે મનોરંજન બેંક નોટ નામે આબેહુબ બનાવટી નોટો ના બંડલ હોઇ જેઓની પુછપરછ દરમ્યાન આ ઇસમો પોતાના સાગરીતો સાથે મળી લોકોસાથે ઠગાઇ કરવાના ઇરાદે ભારતીય મનોરજન બેંકની નોટો આપવા માટે લાવેલાની કબુલાત કરતા હોઇ જે બનાવટી નોટ કુલ્લ -૬,૪૯૭ / -જેની કિ.રૂ .૦૦ / ૦૦ તથા અસલ ચલણી નોટો જેમાં રૂ .૫૦૦ ના દરની નોટ નંગ -૪ કિ.રૂ .૨,૦૦૦ / – તથા રૂ .૨૦૦ / – ના દરની નોટ નંગ -૧ કિ.રૂ .૨૦૦ / -તથા રૂ .૧૦૦ / -ના દરની નોટ નંગ -૧ કિ.રૂ .૧૦૦ / – એમ મળી કુલ્લ રૂ .૨,૩૦૦ / – નો તથા કુલ મોબાઇલ નં ૦૪ કિ.રૂ .૨૧,૦૦૦ / – તથા એક મો.સા કિ.રૂ .૨૦,૦૦૦ / – મળી કુલ ૪૩,૩૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધમાં બી.એન.એસ કલમ ૩૧૮ ( ૪ ) , ( ૨ ) મુજબ સિધ્ધપુર પો.સ્ટે . ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .

 

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

( ૧ ) બાબરજી નાગજીજી ગેમરજી ઝાલા ( ઠાકોર ) રહે.વિરતા તા.જિ.મહેસાણા .

( ૨ ) મોતીસંગ ઉદાજી ચેનાજી જાતે.ઝાલા રહે.વિરતા તા.જિ.મહેસાણા પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

( ૧ ) ઠાકોર વિક્રમજી રહે – વડનગર તા.વડનગર જી.મહેસાણા

( ૨ ) ઠાકોર રમેશજી રહે.મલેકપુર તા.વડનગર જી.મહેસાણા

( ૩ ) કમલેશજી જેનુ આખુ નામ સરનામુ મળેલ નથી .

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

( ૧ ) ભારતીય મનોરજન બેંક ની બનાવટી નોટ કુલ્લ -૬૪૯૭ / -જેની કિ.રૂ .૦૦ / ૦૦

( ૨ ) અસલ ચલણી નોટો કુલ્લ રૂ .૨૩૦૦ / –

( ૩ ) મોબાઇલ નંગ ૦૪ કિ.રૂ .૨૧૦૦૦ / –

( ૪ ) HF DELUXE , GJ – 24 – BA – 3322 મો.સા. કિ.રૂ .૨૦,૦૦૦

गोवाभाई अहीर ब्यूरो चीफ पाटन

Back to top button
error: Content is protected !!