“સશક્ત દીકરી – કલેક્ટર ઇન ક્લાસરૂમ” છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને સિમલફળીયા શાળાની દીકરીઓ સાથે કર્યો પ્રેરણાદાયી સંવાદ છોટાઉદેપુર તાલુકાના સિમલફળીયા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે એક અનોખો અને પ્રેરણાદાયી માહોલ જોવા મળ્યો હતો. “સશક્ત દીકરી – કલેક્ટર ઇન ક્લાસરૂમ” અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને રૂબરૂ વર્ગખંડમાં પહોંચીને વિદ્યાર્થીનીઓ સાથે સીધો, સહજ અને અત્યંત પ્રોત્સાહક સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીનીઓને અભ્યાસ અને પરીક્ષા વિશે માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું કે, “દરેક બાળકની યાદશક્તિ અને વાંચવાની પદ્ધતિ અલગ હોય છે. કોઈની નકલ કે દેખાદેખી કર્યા વિના તમારી પોતાની અનુકૂળતા મુજબ તૈયારી કરશો તો સફળતા ચોક્કસ મળશે.” રમત-ગમતના મહત્વ પર ભાર મૂકતાં તેમણે ઉમેર્યું કે, રમતો રમવાથી માત્ર શરીર જ નહીં પણ મન પણ સ્વસ્થ રહે છે અને એકાગ્રતામાં વધારો થાય છે. વિદ્યાર્થીકાળમાં અભ્યાસ સાથે રમતોમાં પણ સક્રિય રહેવું જરૂરી છે. કલેક્ટરએ પોતાની કારકિર્દીના અનુભવો શેર કરવાની સાથે વિદ્યાર્થીનીઓને ‘ગુડ ટચ – બેડ ટચ’ વિશે ખૂબ જ મુક્ત મને વાત કરી સંવેદનશીલ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શાળાની મુલાકાત દરમિયાન તેમણે દીકરીઓમાં આત્મગૌરવ જગાડતા રોજના જીવનમાં ‘હું સ્વચ્છ રહીશ, આત્મવિશ્વાસી રહીશ, સુરક્ષિત રહીશ અને મારા પરિવાર તથા દેશનું નામ રોશન કરીશ’ જેવા સંકલ્પ વાક્યોનું નિત્ય રટણ કરવા પ્રેરણા આપી હતી. પર્યાવરણ અને શિક્ષણના અનોખા સમન્વયરૂપે કલેક્ટરના હસ્તે હાજર તમામ દીકરીઓને પ્રોત્સાહક ભેટ તરીકે ‘પ્લાન્ટેબલ પેન્સિલ’ (જેનો ઉપયોગ પૂરો થયા પછી જમીનમાં વાવવાથી છોડ ઉગે છે) આપવામા આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કલેક્ટરની આ અનોખી મુલાકાતે દીકરીઓમાં એક નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ભરી દીધો હતો.
धरने पर बैठे राहुल को पुलिस उठाकर ले गई : PM आवास के बाहर प्रदर्शन में शामिल प्रियंका-अखिलेश भी हिरासत में; शिक्षा मंत्री प्रधान को हटाने की मांग
21/07/2026
भाजपा के प्रदेश उपाध्यक्ष में ब्रह्मऋषि समाज के सदस्यों से किया मुलाकात।
21/07/2026
उदयपुर शहर में आवारा कुत्तों के हमलों की बढ़ती घटनाएं : नागरिकों के जीवन एवं सुरक्षा का गंभीर संकट
21/07/2026
श्री गाजन माता जी पैदल यात्रा संघ में उमड़ा आस्था का जनसैलाब 11हजार भक्तों ने लगाई मां के दरबार में धोक।
21/07/2026
समय-सीमा बैठक में कलेक्टर के सख्त निर्देश, लंबित प्रकरणों का समय पर करें निराकरण खरीफ फसलों के लिए किसानों को उपलब्ध कराएं सभी प्रकार की सुविधा: कलेक्टर
21/07/2026
विद्युत हादसे में जान गंवाने वाले बाह्यस्रोत कर्मचारी के परिजनों को ₹5 लाख की बीमा सहायता
21/07/2026
बलौदा बाजार-सिमगा मार्ग की बदहाली: 3 साल से रुका सड़क नवीनीकरण, जान जोखिम में डालकर सफर करने को मजबूर ग्रामीण प्रमुख बिंदु
21/07/2026
बैरिया की बाढ़–कटान की गूंज फिर पहुंची लखनऊ, डॉ. मधु सिंह की पहल पर शासन हरकत में
21/07/2026
मौसम की चेत
21/07/2026
ग्रामीण सेवा शिविर-2026 के फॉलो-अप शिविर जिले में 21 जुलाई से 31 अगस्त तक होंगे आयोजित
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!