રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ૮મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન ૨૦૨૫ અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ મુખ્ય સેવિકા ૧, કાર્યકર ૧ અને હેલ્પર ૧ એમ કુલ ૩ને માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યો. જ્યારે તાલુકાના ૧૦ આઇ.સી.ડી.એસ ઘટકના ૧૦ કાર્યકર અને ૧૦ હેલ્પર આમ જિલ્લા અને તાલુકાના મળી કુલ ૨૩ માતા યશોદા એવોર્ડ આપવામાં હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, બાળકોની સારસંભાળ રાખવાનાર આંગળવાડી કાર્યકર, તેડાગર, બહેનોની શ્રેષ્ટ કામગીરી ધ્યાને લઇ માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. તેમને જોઇને અન્ય બહેનો પણ મહેનત કરે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આંગળવાડી કાર્યકર, તેડાગર બહેનોને આપવામાં આવે છે. વધુમાં વિશ્વ મહિલા દિવસની વાત કરતા જણાવ્યું કે, આજે દેશના દરેક ક્ષેત્રે મહિલાઓ પોતાનું આગવું યોગદાન આપી રહી છે. સરકારી વિવિધ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે. સરકારી યોજનાઓને સીધો લાભ મહિલાઓને મળે આ ઉમદા હેતુથી બેન્કોમાં જનધન ખાતા ખાલાવી આપ્યા. આંગણવાડી કેન્દ્ર પરના કાર્યકર અને તેડાગર બહેનો યોજનાના લાભાર્થી અને તંત્ર વચ્ચેની મહત્વની કડી બન્યા. આ કાર્યકરોની સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા અને તેઓ વધુ કાર્યદક્ષતાથી સેવા પૂરી પાડે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવાના આશ્રયથી રાજ્ય સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં મહિલા મહિલા અને બાળ વિકાસના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા અને છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના નયનાબેન રાઠવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલબેન, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લના વિવિધ ઘટકોના સી.ડી.પી.ઓ. સહીત મોટી સંખ્યામાં આંગળવાડી કાર્યકર તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.