गुजरात
Trending

રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ, બોડેલી દ્વારા રાજપૂત સમાજનો 28 મો સમુહલગ્ન ઉજવાયો

રીબડા રાજકોટ થી આમંત્રણ ને માન આપી પધારેલ એવા અનિરુદ્ધસિંહજી જાડેજા,

બોડેલીના અલીપુરા શ્રી ખોડીયાર માતાજી મંદિરના ચોકમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા રાજપુત સમાજનો 28 મો સમૂહ લગ્નોત્સવ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જોરાવરસિંહ ઘરીયા ના નેતૃત્વમાં ટીમ વર્ક કરી વિવિધ કમિટીઓ બનાવી ખૂબજ ઉત્સાહભેર અને ઉમંગ સાથે 28મો સમૂહ લગ્ન યોજાયો ત્યારે સમાજનાં પ્રમુખ ઘનશ્યામસિંહજી ઘરીયા, વડીલો, તમામ કમિટી મેમ્બર સાથે રહી ખૂબ જ મહેનત કરી લગ્નગીત વૈદિક મંત્ર સાથે વિધિસર ખુબજ ધામધૂમથી સાત નવયુગલોના લગ્ન કરાવ્યા આ શુભ પ્રસંગે રાજપૂત સમાજના પ્રદિપસિંહજી રામસિંહજી વાસદીયા,હઠીસિંહજી ઠાકોર, ભારતસિંહજી રાઠોડ,દોલતસિંહજી ઘરીયા, ક્રિપાલસિંહજી મહારાઉલ, યોગેન્દ્રસિંહજી વરણામીયા, રીબડા રાજકોટ થી આમંત્રણ ને માન આપી પધારેલ એવા અનિરુદ્ધસિંહજી જાડેજા, વડોદરા થી જીતેન્દ્રસિંહજી રાઠોડ, વિક્રમસિંહજી મહારાઉલ, રાષ્ટ્રીય ક્ષત્રિય કરણી સેના સચિવ મનીષસિંહજી પરમાર, બરોડા ડેરીના ચેરમેન ગણપતસિંહજી સોલંકી, અખિલ ગુજરાત રાજપુત મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી દશરથબા પરમાર, વિરેન્દ્રબા પરમાર ખાસ ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવમાં સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ પ્રભુતામાં પગલા પાડનાર સાત યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ શુભ અવસરે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય અભેસિંહ તડવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, મુકેશ પટેલ, બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, શ્રીમતી શિતલ કુંવરબા મહારાઉલ સહીતનાં રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી આજે સાત નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.સમાજ પ્રત્યેની ઉદારતા ને હર્ષભેર આવકારી દાતાઓને પુષ્પગુચ્છ અને ફૂલહાર દ્વારા સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.


Discover more from Vande Bharat Live Tv News

Subscribe to get the latest posts sent to your email.

Back to top button
error: Content is protected !!