મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન અને આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુરના આયોજન હેઠળ ૭મા પોષણ પખવાડિયાની ૮ થી ૨૨ એપ્રિલ સુધી ઉજવણી કરવામાં આવી હતી. પોષણ પખવાડિયામાં જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેક્ટરમાંના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર-પ્રસાર, C-MAM મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન, બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવન શૈલી જેવી વિવિધ થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન અને આઈ.સી.ડી.એસ શાખાના જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી ક્રિષ્નાબહેનના આયોજન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના ૧૧૮૨ આંગણવાડી કેન્દ્રો ૭માં પોષણ પખવાડિયા ની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી હતી. આઈ.સી.ડી.એસ.છોટાઉદેપુર “પોષણ પખવાડીયા એપ્રિલ-૨૦૨૫” અંતર્ગત ગૃહ મુલાકાત દ્વારા સગર્ભા, ધાત્રી કિશોરીઓને પોષણ વિશેની સમજ આપી તથા બાળકોના વજન-ઉંચાઈનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રોમાં મમતા દિવસની ઉજવણી કરવામા આવેલ તેમજ ત્રીજા મંગળ દિવસ નિમિતે અન્નપ્રાશન દિનની ઉજવણી કરવામાં આવેલ જેમા ૬ માસ પુર્ણ કરેલ બાળકોને રાબ પીવડાવી તેની માતાને બાળકને ક્યા ક્યા ઉપરી આહાર આપવા તેની સમજ આપવામાં આવેલ. પોષણ અભિયાન અંતર્ગત પોષણ આધારિત નાટક દ્વારા પ્રચાર-પ્રસાર અને જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.