[pj-news-ticker]

उदैपुरगुजरात

‘સંસ્કૃત સપ્તાહ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સરકારી વિનયન કોલેજ કવાંટ ખાતે યોજાયો

કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં સવાદ કરીયો

चैनल से जुड़ने के लिए इमेज पर क्लिक करें
તારીખ ૬/૦૮/૨૦૨૫ના રોજ સરકારી વિનયન કોલેજ કવાંટ ખાતે કૉલેજના ‘સંસ્કૃત સપ્તાહ’ અંતર્ગત ઇ. આચાર્યશ્રી ડૉ. અર્ચનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ દ્રિતીય દિને વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના તમામ અધ્યાપકશ્રીઓ તથા ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી ઇ. આચાર્યશ્રી તથા અધ્યાપકશ્રીઓનું સુતરની આંટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધા તેમજ સંસ્કૃત શ્લોકોનું ગાયન-પઠન માં કૉલેજના વિધાર્થીઓ (ભાઈઓ-બહેનો) ભાગ લીધો હતો. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં સવાદ રજુ કરી વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા બોલતા શીખવાની પ્રેરણા મળે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં કૉલેજના ઈ. આચાર્યશ્રી ડૉ. અર્ચનાબેન ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને આ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા. મુકેશભાઇ સી. રાઠવા દ્વારા આભાર વિધિ કરી રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

વિરેન્દ્રસિંહ દેસાઈ કવાંટ

[yop_poll id="10"]
Back to top button
error: Content is protected !!