उदैपुरगुजरात

અપહરણ કેસમાં ત્રણ વર્ષ બાદ આરોપી અને ભોગબનનારને શોધી કાઢતી બોડેલી પોલીસ

ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી બોડેલી પોલીસ ની પકડમાં

IMG 20260508 203746
બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંગ, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક આઈ.જી. શેખ, છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દાખલ થતા અપહરણના ગુનાઓમાં અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને હર્ષ શર્મા, મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડિવિઝન દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું.બોડેલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 દરમિયાન ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376(2)(એન)(3) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી ભોગબનનાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો.પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી ખાસ ટીમ બનાવી કામગીરી કરતા આરોપી અને ભોગબનનારને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપી અલ્પેશભાઈ પ્રવિણભાઈ નાયકા (ઉ.વ. 24), રહે. થારકુવા, તા. બોડેલી, જી. છોટાઉદેપુરનો હોવાનું જાણવા મળ્યું છે.આ કામગીરીમાં પી.એસ.આઈ જે.વી. પગી, એ.એસ.આઈ રમણભાઈ રડતાભાઈ, એ.એસ.આઈ અનિરૂદ્ધસિંહ અજીતસિંહ તથા અ.હે.કો વિજયભાઈ મનહરભાઈએ મહત્વપૂર્ણ કામગીરી બજાવીછે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!