A2Z सभी खबर सभी जिले कीगुजरात

ટુ વ્હીલર ચાલક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા : ટેન્કર મહિલા પર ફરી વળતા મોત નીપજ્યું

 

પાટણ કુણઘેર માર્ગ પર ટુ વ્હીલર ચાલક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાતા પાછળ આવી રહેલ ટેન્કર મહિલા પર ફરી વળતા મોત નીપજ્યું પૂનમ નિમિત્તે કુણઘેર રોડ પર આવેલા અંબાજી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ સર્જાયો..

IMG 20240524 WA0159

પાટણ શહેરના હાઇવે માર્ગો પર અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે અને આવી અકસ્માતની ઘટનાઓમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે ગુરૂવારના રોજ પૂનમ નિમિત્તે પાટણ કુણઘેર માર્ગ પર આવેલા અંબાજી માતાજી મંદિર દર્શન કરી પરત ફરી રહેલ ટુ વ્હીલર ચાલક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા ટુવિલર ચાલક મહિલા સહિત પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિ રોડ ઉપર પટકાતા પાછળ થી આવી રહેલ લોડીંગ ટેન્કર મહિલા ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની સાથે ટુ વ્હીલર પાછળ બેઠેલા ઈસમને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય બનાવ ને પગલે પોલીસે ધટના સ્થળે પહોંચી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા.

મૃતક ટુવિલર મહિલા ચાલક પટેલ સમાજની હોવાનું અને આજે પૂનમ હોય અંબાજી માતાના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ સર્જાયો હોવાનું ઘટના સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળ્યું છે..

Back to top button
error: Content is protected !!