

*આહવા એસ. ટી. ડેપો દ્વારા બસના મુસાફરોને કરાયું તિરંગાનું વિતરણ*
–
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૧: તિરંગા ના રંગે રંગાયેલા રાષ્ટ્ર સમસ્તની જેમ, રાજ્યના છેવાડે આવેલા ખૂબસુરત ડાંગ જિલ્લામાં પણ ચારે તરફ તિરંગો લહેરાઈ રહ્યો છે.
‘હર ઘર તિરંગા’ કાર્યક્રમના આહ્વાનને ઝીલી લેતા, ડાંગમાં ઠેર ઠેર તિરંગા વિતરણ સહિતના નિતનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
કાર્યક્રમોની આ શૃંખલામાં ભાગ લેતા, આહવાના એસ ટી. ડેપો ખાતે પણ ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારની આગેવાની હેઠળ, બસ ના મુસાફરો તથા પ્રજાજનોને તિરંગા નું વિતરણ કરાયું હતું.
સાથે બસના ડ્રાયવર અને કંડકટરો એ પણ, પોતાની બસો ને રાષ્ટ્રધ્વજ થી શણગારી, લોક ચેતના જગાવી છે.
–
[yop_poll id="10"]




