
ગણેશ ઉત્સવ સમિતિ,સુરત શહેર દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ઇનામ વિતરણ (ટોપ થર્ટી (૩૦)અને ગણેશ આયોજક સંમેલન સમારંભ આજરોજ સંજીવકુમાર ઓડિટોરીયમ, પાલ- હજીરા રોડ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘ, સુરતના પ્રમુખ પ. પૂ સ્વામી અંબરીશાનંદજી, મહંત વિશ્વેશ્વરાનંદજી, મહંત મહામંડલેશ્વર જી, મહંત સીતારામદાસજી, મહંત લક્ષ્મણ જયોતિજી, મહંત બટુકગિરિજી, મહંત વિજયાનંદજી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરતના નંદકિશોર જી શર્મા, પૂર્વકેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી,પારસી સમાજના અગ્રણી અને નાટ્યકાર પદ્મ યઝદીભાઈ કરંજીયા જી,ઘી સુરત પીપલ્સ કો.ઓ.બેંકના ચેરમેન અમિતભાઇ ગજ્જર,સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત, સુરત મહાનગરપાલિકાના કમિશનર મતી શાલીની અગ્રવાલ, ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલા, મહામંત્રી વિમલભાઈ ભટ્ટ, જોગેન્દ્રભાઈ સહાની, પ્રવીણભાઇ ગજેરા, ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના સંતો-મહંતોઓ, હોદ્દેદારોઓ, પ્રભારી સહ પ્રભારીઓ સંયોજકોઓ, સહસંયોજકોઓ, કાર્યકર્તાઓ સહિત ગણેશ આયોજકો/યુવક મંડળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.