
ડાંગ
ડાંગ જિલ્લા ના આહવા – વઘઈ રોડ સ્થિત ઇન્ડિયન ઓઇલ ના પેટ્રોલ પંપ પર ડાંગ જિલ્લાના પુરવઠા વિભાગ અને મામલદારશ્રી ના ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ માં પાણી આવવા સહીત ની ફરિયાદો પુરવઠા વિભાગને મળતા મંગળવારે પુરવઠા વિભાગ ના મામલદાર અને આહવા મામલદાર તેમની ટીમ સાથે દોડી આવી પેટ્રોલ પંપનું માપ શુદ્ધતા વગેરે તપાસ હાથ ધરી હતી ,થોડા દિવસ અગાઉ આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ માં પાણી આવવા ની ધટના બની હતી પેટ્રોલ માં પાણી આવવાના કારણે
સંખ્યાબંધ બાઇક બંધ થવાના બનાવો બનતા પંપ ને સિલ કરવાની નોબત આવી હતી જિલ્લા માં ગણતરી નાજ પેટ્રોલ પંપ આવેલા છે તેમાંપણ નાયરા પેટ્રોલ પંપ પર કાયમ પેટ્રોલ ડિઝલ ન હોય ત્યારે વાહન ચાલકોને પેટ્રોલ માટે એક માત્ર આધાર આહવા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે ત્યારે ત્યાં પણ પેટ્રોલ ડીઝલ ખૂટવાંના બનાવ અવાર નવાર બનતા હોય વાહન ચાલકો મુશ્કેલી માં મુકાય છે



