
પર્વત પાટિયા ખાતે રહેતા ૨૫ વર્ષીય બ્રેઈનડેડ યુવકના ફેફસા, હદય, લીવર અને બંને કિડનીના અંગદાન થકી પાંચ વ્યક્તિને નવજીવન મળશે. રવિવારે પીપલોદ ખાતે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં ભાગ લઈને ઘરે પરત આવતી વખતે બે ભાઈઓની મોપેડને વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં બે ભાઈઓ પૈકી એક ભાઈને ગંભીર ઈજાઓ થતા ડોકટરે તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહેસાણા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયાના વતની અને હાલ પર્વત પાટિયા, ઋષિવિહાર ટાઉનશિપમાં અશ્વિનભાઈ પટેલ પત્ની તેમજ પુત્ર રજની (ઉ. વ. ૨૫) અને પુત્ર દીક્ષિત સાથે રહે છે. અશ્વિનભાઈ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના બંને પુત્રો પણ નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. રવિવારે પીપલોદ વિસ્તારમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બંને ભાઈઓ ભાગ લેવા ગયા હતા. દરમિયાન રાત્રે બંને ભાઈઓ મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે















