A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

હથિયારબંધી જાહેરનામાના ભંગ સામે કાર્યવાહી: પોલીસે 48 શખસની ધરપકડ કરી, છરી-કુહાડી સહિત હથિયારો કબજે કર્યા

પૂર્વ કચ્છમાં પોલીસે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનારા 48 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. 17 તારીખે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને હથિયારબંધી જાહેરનામાના કેસો શોધવાની સૂચના આપવામાં આવી હતી.

પકડાયેલા શખ્સો પાસેથી છરી, ધારીયું, કુહાડી, લાકડાનો અને વાંસનો ધોકો જેવા હથિયારો મળી આવ્યા છે. આ કાર્યવાહી અંજાર, ગાંધીધામ, આદિપુર, ભચાઉ, રાપર અને અડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી. તમામ પકડાયેલા શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!