गुजरात

Patan | પાટણ જિલ્લાના ચાણસ્મા ટાઉન વિસ્તારમાં સાંઇબાબા મંદિરમાં થયેલ મંદિર ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી ચાણસ્મા પોલીસ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ પાટણનાઓએ મિલ્કત વિરૂધ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે તેમજ મે.ના.પો.અધિ.સા.શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, રાધનપુરનાઓના તથા પો.ઇન્સ.શ્રી આર.એચ.સોલંકી સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે એક ઇસમને ચાણસ્મા પોલીસે પકડી પાડેલ જેને યુક્તી પ્રયુક્તીથી પુછતા પોતે ગઇ. તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ સાંઇબાબા મંદિરમાથી ચાંદીની પાદુકા ચોરી કરેલ હોવાની કબુલાત કરતો હોઇ જે બાબતે ચાણસ્મા પો.સ્ટે.ગુ.૨.ન.૧૧ર૧૭૦૦૬૨૫૦૬૮૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૫(ઘ),૩૩ર(ગ) મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ જે અનડીટેક્ટ ગુનો શોધી કાઢી પ્રશસનીય કામગીરી ચાણસ્મા પોલીસ દ્વારા કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ

(૧) ભરતભાઇ વિભાભાઇ રાવળ રહે. મોટી પીપળી તા.રાધનપુર જી.પાટણ

શોધાયેલ ગુનાની વિગતઃ

(૧) ચાણસ્મા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૧૧૨૧૭૦૦૬૨૫૦૬૮૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૫(ઘ),૩૩ર(ગ)

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ચાંદીના ચોરસા જેનુ વજન આશરે ૧.૫ કિ.ગ્રા જેની કિ.રૂ.૭૫,૦૦૦/-

(૨) રોકડ રકમ રૂ.૫,૭૦૦/-

(૩) મોબાઇલ નંગ-૦૧ જેની કિ.રૂ.૧૫૦૦/-

(૪) એક નાનુ ખાતરીયુ જેની કિ.રૂ.૦૦/૦૦

એમ મળી કુલ કિ.રૂ.૮૨,૨૦૦/-

Back to top button
error: Content is protected !!