૨૯મી ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિતે “નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫”ની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના વી.સી. હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લામાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે -૨૦૨૫’ અંતર્ગત તા. ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ રમત ગમતની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૯ ઓગસ્ટના રોજ એક્લવ્ય મોડેલ સ્કુલ કવાંટ (સુખી પરીવાર) ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ૨૯ થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન વિવિધ રમત ગમતની પ્રવુતિઓનું શાળાકક્ષા ગ્રામ્યકક્ષા જેમાં શિક્ષણ વિભાગ અને રમત ગમત વિભાગ આયોજન કરવામાં આવશે. વધુમાં તેમને જણાવ્યું કે, પોલીસ વિભાગ દ્વારા તારીખ ૩૦/૦૮/૨૦૨૫ના રોજ રમતોનું આયોજન કરાશે જેમાં ફુટબોલ, વોલીબોલ, ખો-ખો જેવી રમતોનું આયોજન થશે. તેમજ તાલુકા કક્ષાએ હેડક્વાટર્સ પર રમત ગમતની ઉજવણી કરવામાં આવશે. ૩૧ ઓગસ્ટના રોજ “Sunday on cycle” રેલીનું આયોજન છોટાઉદેપુર ખાતે નગરપાલિકા અને રમત ગમત વિભાગના સંયુક્ત કાર્યક્રમનું આયોજન થશે. તેઓએ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા વર્ગને “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણીમાં બહોળા પ્રમાણમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું.