गुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લાના અલીખેરવા ખાતે 15 કરોડ ના ખર્ચે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનું ભૂમિ કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલી ખેરવા ખાતે જિલ્લા શિક્ષણ નવીન તાલીમ ભવનનું ભૂમિ પૂજન સાંસદ શ્રી જશુભાઈ રાઠવા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. આ શિક્ષણ તાલીમ ભવનમાં પાઠ્યપુસ્તકના કાર્યક્રમોની રચના અને સુધારણાઓ માટેનો કાર્યક્રમ થવાનો એની પણ એની ચર્ચા વિચારણાઓ થવાની અને નવા શૈક્ષણિક વર્ષ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવશે જિલ્લા માટે ગામડાની પ્રાથમિક શાળાઓ માટે હાઈસ્કૂલો માટે એની નીતિ નિર્ધારણ અને એનું આયોજન અહીંયા નક્કી કરવામાં આવશે. અને શિક્ષકો માટે તાલીમ વર્ગોનું આધુનિક શિક્ષણની પદ્ધતિઓને ટેકનોલોજી અંગેની પણ તાલીમ અહીંથી મળવાની છે અને હાઇસ્કુલોમાં એનું ઇમ્પલીમેન્ટેશન ત્યાં થવાનું શૈક્ષણિક કામગીરી નું મૂલ્યાંકન પણ અહીંયા થવાનું શાળાઓના પરિણામો અને કાર્યક્ષમતાનું વિશ્લેષણ પણ અહીંયા થવાનું જિલ્લાનું પરિણામ આ તાલુકાની શાળા આ વર્ગશાળાઓ એના જે પરિણામો છે એ પરિણામો શા માટે આવ્યું ક્યાં પરિણામો સુધારા વધારા ની જરૂર છે એ વિશેની ચર્ચા વિચારણા પણ અહીંયા જ કરવામાં આવશે એવી અનેક બાબતો આ શિક્ષણ તાલીમ કેન્દ્રમાં થશે એવું પધારેલ મહાનુભાવો દ્વારા જણાવવામાં આવ્યું સમગ્ર બિલ્ડિંગમાં બાંધકામ ડાઈટ ભવન, સ્ટાફ ક્વાર્ટર, પ્રિન્સિપાલ ક્વાર્ટર, હોસ્ટેલ બિલ્ડીંગ તેમજ વોચમેન કેબિન નો સમાવેશ થાય છે આ ભવનમાં લેબોરેટરી રૂમ, સ્ટાફ રૂમ, સેમિનાર રૂમ, હેન્ડીકેપ રૂમ, ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ, લાઇબ્રેરી રૂમ , કોમ્પ્યુટર રૂમ, કેન્ટીન, એકેડમી સ્ટાફ રૂમ, વિઝ્યુઅલ ક્રાફ્ટ અને વિઝ્યુઅલ આર્ટસ રૂમ, અને ટ્રેનિંગ હોલ નો સમાવેશ થાય છે હોસ્ટેલ 102 વિદ્યાર્થીઓની કેપેસિટી નું બનાવવામાં આવશે જેમાં ડાઇનિંગ રૂમ, વિઝીટર રૂમ કિચન વર્ડન રૂમ અને ટોયલેટ બ્લોક તેમજ બાથરૂમનો સમાવેશ કરવામાં આવશે આ સંકુલ માં લગભગ ૧૦૦૦ જેટલા તાલીમાર્થી એક સાથે તાલીમ લઈ શકે એટલું વિશાળ નિર્માણ પામવાનું છે. સમગ્ર કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા,રાજેન્દ્ર સિંહ રાઠવા, અભેસિગ ભાઈતડવી, મલકાબેન પટેલ,સંજયભાઈ રાઠવા, શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!