બોડેલી તાલુકાના જબુગામ હાઇવે ઉપર રોજના હજારો વાહનૉ પસાર થાય છે તેને લઈને બસ સ્ટેન્ડ પર થોડી ઓછી સ્પીડને કંટ્રોલ કરવા માટે અને બસ સ્ટેન્ડ પર થતા અકસ્માતને રોકવા માટે બમ્પ મુકવા માટેની જરૂર છે પરંતુ નેશનલ હાઈવે હોવાથી અધિકારી દ્વારા આ બાબતની પરમિશન ન મળતા ત્યાં ટૂંક સમય અગાઉ બેરીકેટ મૂકવામાં આવેલ હતા પણ હાલ એ જગ્યાએથી બેરીકેટ હટાવી લેવામાં આવ્યા છે જેથી કરીને બેરીકેટ મૂકવામાં આવે એવી લોકમાર્ગ અગાઉ ગામમાં લોક દરબાર ભરાયો હતો અને જબુગામ વાસીઓની રજૂઆત ને ધ્યાનમાં લઇ સાહેબ શ્રી એ સૂચના કરેલ અને બેરીકેટ મુકેલ હતા પરંતુ થોડા સમય પહેલા ગેરના મેળામાં આ બેરીકેટ લઈ ગયા હતા પરંતુ હજુ સુધી પરત મુક્યા નથી આ બેરીકેટના અભાવે બસ સ્ટેન્ડ પર અકસ્માત સર્જાઇ રહ્યા છે તો વહેલી તકે આ બેરીકેટ મૂકવામાં આવે એવી જબુગામ વાસીઓની લોક માંગ ઉઠી છે