गुजरात

પાટણ મામલતદાર કચેરી ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ

મિસાઈલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું બ્લેક આઉટ સમયમાં દેશદાઝ સાથે લાઈટો બંધ રાખી સ્વયંભૂ જોડાવવા વહીવટીતંત્રની અપીલ પાટણ જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં

આઇ.ઓ.સી.એલ. ટર્મિનલ, સિધ્ધપુર, જી.આઈ.ડી.સી. સિધ્ધપુર, સિધ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, આઇ.ઓ.સી.એલ. પાઇપલાઇન

યુનિટ, રાધનપુર, એચ.પી.સી.એલ. પંપીંગ

સ્ટેશન, સાંતલપુર ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ હતી.

પાટણ શહેરમાં પ્રાંત અધિકારીશ્રી હિરેન ચૌહાણના નીરક્ષણ હેઠળ મામલતદાર કચેરી ખાતે લોકજાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ હતી. સૌ પ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા બોમ્બ બાર્ડીગ જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું. આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઈક દ્વારા જાણકારી આપવામાં આવી હતી. તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહીનું નિદર્શન કરાયું હતું.

પ્રાંત અધિકારી શ્રી હિરેન પટેલે સમગ્ર સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અંગે જણાવ્યું કે, ઓપરેશન અભ્યાસ અંતર્ગત મિસાઈલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્લેક આઉટના સમય દરમિયાન બિનજરૂરી અવર જવર ટાળવા, અને લોકોને દેશ દાઝ સાથે લાઈટો બંધ રાખી સ્વયંભૂ જોડાવવા વહીવટીતંત્ર વતી અપીલ કરી હતી.

મોકડ્રિલમાં પોલીસ, ફાયર, વીજળી, આરોગ્ય અને નગરપાલિકા તેમજ વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

Vande Bharat Live Tv News બ્યુરો ચીફ ગોવાભાઈ આહીર પાટણ

Back to top button
error: Content is protected !!