उदैपुर
Trending

છોટાઉદેપુરના સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાના હસ્તે ભારજ નદી પરના પુલનું ખાતમુહૂર્ત કરાયું

સીહોદ ગામે ૨૨ માસ બાદ ભારજ નદી ઉપર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત થતાં લોકોમાં ખુશીનૉ માહોલ

પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે આવેલ ભારજ નદી ઉપરના નવીન બ્રિજનું ખાતમુહૂર્ત ૨૨ માસ બાદ આજરોજ છોટાઉદેપુરના સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત થી નવીન બ્રિજ બનવાની શરૂઆત થશે તેવી આશાથી લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ ભારજ બ્રિજ ના પીલરો ૨૮/૨૯ જુલાઈ ૨૦૨૩ માં બેસી જતા રસ્તો બંધ થઈ ગયો હોય ત્યારબાદ એકવાર ડ્રાઈવરજન બનાવ્યું હોય જે ધોવાઈ ગયું હોય અને ફરી પાછું ડાયવર્ઝન બનાવ્યું હોય જે હાલ ઉપયોગમાં આવેલું છે બે વાર જનતા ડાયવર્ઝન પણ બન્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્ય તેમજ સાંસદ જશુભાઈ ના નેતૃત્વ હેઠળ કેન્દ્રના મંત્રીશ્રી નિતીન ગડકરીને મળીને આ અંગે રજૂઆત કરીને આવ્યા હોય જેના સંદર્ભે તાજેતરમાં જ ૩૫,૫૮,૯૭,૨૦૩.૫૨ કરોડનો એસ્ટીમેન્ટ સરકાર દ્વારા નક્કી કરી ફાળવવામાં આવ્યા છે. ૩૦/૧૧/૨૦૨૪ ના ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરી પ્રોસેસ કરવામાં આવ્યો હતો જેમાં હિમાચલ પ્રદેશની એક એજન્સીએ ૨૭.૬૮% ડાઉન ટેન્ડર ભરી ૨૫,૭૪,૦૦૦,૦૦ માં આ કોન્ટ્રાક્ટ રાખ્યો છે. આ સમયે સાંસદ જશુભાઈ રાઠવા એ ખાતમુહૂર્ત કરી ઉપસ્થિત કોન્ટ્રાક્ટરનેમજબુત કામ કરવાની માર્મિક ટકોર કરી હતી તેમજ વેડાસર કામગીરી કરી સત્વરે જનતાને રાહત થાય તેવું આયોજન કરવા માટે સૂચન કર્યું હતું. આ સમયે ઉપસ્થિત નારણભાઈ રાઠવા એ પણ નાના નાના ચેક ડેમો બનાવી પાણીનું પ્રેશર ઘટાડવામાં આવે તોજ હાલનું બનાવેલ ડાયવર્ઝન ટકી રહેશે નહીં તો તે પણ આગળ જતાં તકલીફ પડશે તે અંગે ધ્યાન ઉપસ્થિત અધિકારોનું દોર્યું હતું. આ પુલનું કામ ૧૮ માસમાં પૂર્ણ કરવાનું હોય ત્યારે જશુભાઈ રાઠવા એ કહ્યું હતું કે તેનાથી પણ વહેલું થાય એમ કરજો જેથી કરીને જિલ્લાની જનતાને રાહત થાય. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા એ આ સમયે જે આજુબાજુ ગામના સરપંચોએ અને પોતે મહેનત કરી જે જનતા ડાયવર્ઝનો બનાવ્યા હતા તેના પણ વખાણ કર્યા હતા. આ સમયે પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, સંખેડા ના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છોટાઉદેપુર ના પ્રમુખ મુકેશભાઈ પટેલ, પાવીજેતપુર એપીએમસીના પ્રમુખ ભલુભાઈ પટેલ, ઉપપ્રમુખ મયુરભાઈ પટેલ, ભાજપના જિલ્લાના હોદ્દેદારો એવા ગોવિંદભાઈ મંત્રી, રસિકભાઈ પ્રોફેસર, રમણભાઈ રાઠવા વગેરે મહાનુભવો તથા આજુબાજુના સરપંચો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ, ૨૨ માસ બાદ નવીન બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે નવીન બ્રિજ વેળાસર બને અને મજબૂત બને તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે. ખાતમુહૂર્ત થતા જનતામાં આનંદ જોવાઈ રહ્યો છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ પાવીજેતપુર છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!