गुजरात
Trending

રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલીમાં મહિલા સંમેલન યોજાયું

મહિલા સંમેલન માં બોડેલી રાજપૂત મહિલા પાંખ ના પ્રમુખ તરીકે ચંદ્રકુવારબા શિનોરા ની સર્વાનુમતે નિમણુંક

    બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ રાજપૂત સમાજની મહિલાઓનું સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબા મહારાઉલ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના અધ્યક્ષ દશરથબા પરમાર,અખિલ ભારતીય ક્ષત્રિય મંચ ગુજરાત પ્રાંત પ્રમુખ રંજનબા ગોહિલ, કેળવણી વિભાગ મંડળ દર્શાબા, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા પોફેસર શીતલબા પરમાર, રાજપૂત સમાજ ટ્રસ્ટી મંડળ આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાની રાજપૂત સમાજની મહિલાઓ માતાઓ તેમજ દીકરીઓ પધારી સમાજ પ્રત્યે સમર્થ પણ રાખી સમાજમાં તથા કુરિવાજો અને તિરાંજલિ આપવા સાથે એક યુદ્ધ થી સમાજના સામાજિક કાર્યમાં સહકાર સાથે હળી મળીને દરેક બહેનો ખૂબ મોટી સંખ્યામાં તો સમાજમાં જોડાઈ રાજપૂત સમાજમાં મહિલાઓનું શું મહત્વ છે તેના ઉદ્દેશના ભાગરૂપે આજરોજ આ સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલન નો પ્રારંભ કરતાં શીતલબા મહારાઉલ એ સમાજ ની મહિલાઓ ને આહવાન આપ્યું હતું કે હવે આપણે જાગૃત થયાં છીએ ત્યારે સમાજે આપણાં પર વિશ્વાસ મૂકીને આ સ્ટેજ આપ્યું છે ત્યારે આપણે એ વિશ્વાસ ને ખરા અર્થ માં સાચો પુરાવાર કરવાનો છે. પ્રોફેસર શીતલબા પરમારે જણાવ્યું કે આજે શિક્ષણ ની સાથે સંસ્કાર પણ ઉજાગર કરવાનાં છે. આજ રોજ મહિલા સંમેલન માં મહિલા પાંખ ના પ્રમુખ તરીકે ચંદ્રકુવારબા શિનોરા ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!