?php echo do_shortcode('[t4b-ticker]'); ?
A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સુરત, નિલેશ કુંભાણી જનતાનો ગદ્દાર

લોકો બેનર સાથે તેના ઘરે પહોંચી વિરોધ નોંધાવ્યો

સુરત લોકસભાની ચૂંટણીમાં મતદાતા ઓનો મતાધિકાર આ ચૂંટણીમાં છીનવાઈ જવાથી મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેની પાછળ ભાજપ નો હાથ હોય તેવું લોકોનું માનવું છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નાં ટેકેદારોએ ટેકો પાછો ખેંચી લેતા અને છેલ્લે ગાયબ થઇ ગયા હતા. જેથી કોંગ્રેસના ઉમેદવાર નુ ફોર્મ રદ કરવામાં આવ્યું હતુ. પણ કહેવાય છે કે નિલેશ પણ આમાં ગેમ રમી ગયો છે. તેના વિરોધમાં કોંગ્રેસીઓ તેનાઘરે જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો એવા બેનરો સાથે પહોંચી ગયા હતા. અને તેના ઘરે પણ પોસ્ટરો ચોંટાડી દીધા હતા. નિલેશ નાં ઘરે આજરોજ તાળું મારેલું હતું. કહેવાય છે કે તે ગોવા અથવા અમદાવાદ હોઈ શકે છે. જણવા મળતી માહિતી મુજબ નિલેશ એક બે દિવસ અથવા અઠવાડિયા પછી ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા રહેલી છે. જો નિલેશ ને આવું કૃત્ય કરવું જ હતુતો કોંગ્રેસમાંથી ઉમેદવારી સૂકામ નોંધાવી હતી. આમાં તો આખી ગેમ પહેલેથીજ રમાય ગઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.IMG 20240424 100910

Back to top button
error: Content is protected !!