
સુરતઃ કામરેજમાં રહેતો અને ધોરણ- ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાવી ગળી જતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. વિદ્યાર્થીતેની વિદ્યાર્થિની મિત્રએ આપઘાત કરી લેતા ડિપ્રેશનમાં આવી ગયો છે. ઉપરાંત તેણે અગાઉ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. હાલ વિદ્યાર્થીની સ્મીમેરમાં સાયક્યાટ્રીક વિભાગમાં સારવાર ચાલી રહી છે.સ્મીમેર દ્વારા મળતી માહિતી અનુસાર, કામરેજમાં એક દંપતીનો એકનો પુત્ર ૧૭ વર્ષીય રાહુલ (નામ બદલ્યું છે) ને ડિપ્રેશનની તકલીફ્ હોવાથી મંગળવારે સવારે સ્મીમેર હોસ્પિટલના ત્રીજા માળે આવેલ સાઈક્લોટ્રિક વિભાગના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પિતાએ જણાવ્યું હતું કે રાહુલ ચાવી ગળી ગયો હતો. જેથી એક્સરે સહિતની સારવારમાં ચાવી પેટની અંદર હોવાનું સામે આવ્યું હતું. તબીબે કેળા સહિત ફૂળ ખવડાવવાથી ચાવી શૌચક્રિયામાં નીકળી જશે તેમ જણાવ્યું હતું. પિતાએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. તેની રિંકલ (નામ બદલ્યું છે) નામની છોકરી ગાઢ મિત્રતા હતી. તેણીએ આઠેક મહિના પહેલા આપઘાત કરી લીધો હતો.તેના આપઘાત બાદથી જ રાહુલ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો. રાહુલ એ અગાઉ રિંકલ નહીં તો હું જીવીને શું કરું, મારે જીવવું નથી તેવી વાતો કહીને ફ્નિાઈલ પણ પી લીધું હતું.હાલમાં સ્મીમેર હોસ્પિટલના સાઈક્યાટ્રિક વિભાગમાં તેની સારવાર ચાલી રહી છે.