

ડાંગ
ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમ વિભાગનાં પી.આઈ. વી.કે.ગઢવી તથા લોકલ
ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ. આઈ.કે.જે.નિરંજનની ટીમ દ્વારા “તેરા તુજકો અર્પણ “કાર્યક્રમ અંતર્ગત ૨ લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ તથા ફ્રોડમાં ફ્રીજ થયેલ ૧.૮૨ લાખ રૂપિયા અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાની એલસીબી અને સાયબર પોલીસની ટિમો દ્વારા
કરવામાં આવેલ કામગીરીની સરાહના કરવામાં આવી હતી. “તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં” ચાલુ માસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં અરજદારોએ ડાંગ જિલ્લાના અલગ- અલગ પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ખોવાઈ જવા બાબતે કે ફ્રોડ થયેલ નાણા અંગે અરજીઓ આપેલ હતી. જે અરજીઓ
એલ.સી.બી. શાખા ડાંગ-આહવા ખાતે મંગાવી લઈ CEIR (Sentral Equipment Iden- tity Register) પોર્ટલમાં ૨જીસ્ટ્રેશન કરવામાં આવેલ હતી. જે અરજીઓ પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પી.એસ.આઈ. કે.જે.નિરંજન તથા સાયબર ક્રાઈમ વિભાગનાં પી.આઈ.વી.કે ગઢવીનાઓએ ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી હ્યુમન અને ટેકનીકલ શોર્સથી તપાસ કરી કરાવડાવી લઇ
અરજદારોના કુલ નંગ-૧૨, કિંમત રૂા.૨,૦૦૯૮૦નાં મોબાઇલ ફોન પરત આપવામાં આવેલ છે. સાયબર ક્રાઇમમાં ભોગ
બનેલ વ્યકિતઓ કે જેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા ખાતે આવી પોતાની સાથે થયેલ સાયબર ફ્રોડ બનાવ અંગે હકિકતલક્ષી રજુઆત અરજીઓ કરેલ હતી અને તે અરજીઓની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા દ્વારા કરી કરાવડાવી ફ્રોડમાં ગયેલ ૨કમ કુલ. રૂ.૧,૮૨,૦૫૭ અરજદારોને પરત આપવામાં આવેલ છે. અહીં ડાંગ જિલ્લાનાં પોલીસ વિભાગ દ્વારા ભોગ બનનાર અરજદારોને મોબાઈલ સહીત નાણા પરત અપાવતા આ અરજદારોએ ડાંગ પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.





