A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबरसूरत

ડાંગનાં મોખામાળ ગામની સીમમાં ૧૦૮ એમબ્યુલન્સની ટીમ દ્વારા પ્રસુતાની તાત્કાલીક ડિલિવરી કરાઈ

ડાંગનાં મોખામાળ ગામની સીમમાં ૧૦૮ એમબ્યુલન્સની ટીમ દ્વારા પ્રસુતાની તાત્કાલીક ડિલિવરી કરાઈ

IMG 20240908 WA0151

ડાંગ

        ડાંગનાં મોખામાળ ગામની સીમમાં ૧૦૮ એમબ્યુલન્સની ટીમ દ્વારા પ્રસુતાની તાત્કાલીક ડિલિવરી કરાઈ..સાપુતારા 08-09-2024 ડાંગ જિલ્લાના બુરથડી ગામની સીમમાં મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપડતા,108 એમબ્યુલન્સ મારફતે દવાખાને લઇ જવામાં આવી રહ્યા હતા.જોકે વધુ પડતો દુખાવો થતા રસ્તામાં મોખામાળ ગામે વધુ દુખાવો ઉપડતા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવામા આવી હતી.ડાંગ જિલ્લાના બુરથડી ગામ ખાતેથી ડિલિવરી માટેનો કેસ મળ્યો હતો. જેને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ધોરણે પ્રસુતાને ઘરે પહોંચી હતી.અને મહિલા ને લઈને હોસ્પિટલ લઈ જવા માટે રવાના થયા હતા.આ દરમિયાન મોખામાળ ગામ નજીક 25 વર્ષીય સગર્ભા રમીલાબેન કૈલાશભાઈ પવાર ને ડીલેવરીનો વધુ દુખાવો ઉપાડતા ઈ.એમ.ટી જયેશ રાઠવા અને પાઈલોટ ભુપેન્દ્ર ભોયે દ્વારા સમય સૂચકતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તેમજ માતા અને બાળકનો જીવ જોખમમાં હોવાના કારણે ઈ.એમ.ટી જયેશ રાઠવા અને પાયલોટ ભુપેન્દ્ર ભાઈએ એમ્બ્યુલન્સ રસ્તાની બાજુએ ઉભી રાખી ડીલેવરી કરાવતી વખતે બાળકના ગળામાં ગર્ભનાડ વીંટળાયેલી હતી.જેથી માતા તથા બાળકના જીવના જોખમમાંથી બચાવ્યા હતા.તેમજ અમદાવાદ હેડ ઓફિસના હાજર તજજ્ઞ તબીબ ERCP DR .સૌરભનાં માર્ગદર્શનથી ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ પ્રાથમિક સારવાર અર્થે નજીકની સીએચસી સુબીર ખાતે દાખલ કરવામાં આવી હતી.ત્યારે મહિલાના પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અહી સારી કામગીરી બદલ 108નાં ઈએમઈ વિજય ગામીત અને પીએમ કમલેશ પઢીયાર દ્વારા 108ની ટીમને પ્રોત્સાહિત કર્યા હતા.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!