
પાટણ સાંસદ દ્રારા કરાયેલ રજુઆત મા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લા ના શિહોર તાલુકા ના રાજપરા ગામે આઈ શ્રી ખોડિયાર માતાનું સુપ્રસિધ્ધ ઐતિહાસિક સ્થાનક આવેલું છે. અહીં પાટણ વિસ્તાર સહિત આજુબાજુના લાખો ભક્તો અને શ્રદ્ધાળુઓ આઈ શ્રી ખોડીયાર માતા મા આસ્થા ધરાવે છે અને નિયમિત દર્શન કરવા જાય છે.જો પાટણ ભાવનગર વાયા ચાણસ્મા એસટી બસનો રૂટ ચાલુ કરવામાં આવે તો લાખો માઈ ભક્તોને ભાવનગર ખોડિયાર માતાજીના દર્શનનો સરળતાથી લાભ મળી શકે તેમ છે તો ઉપરોક્ત રૂટની એસટી બસ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી રજૂઆત સાંસદ દ્રારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને કરવામાં આવી હોવાનું પાટણ સાંસદ ના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું હતું.