गुजरात
Trending

વિજયાદશમીના પાવન અવસરે ખૂટાલીયા પોલીસ હેડકવાર્ટર અને હોમગાર્ડ કચેરી ખાતે શસ્ત્ર પૂજા કરવામા આવી

IMG 20241013 082641
છોટાઉદેપુરના ખૂટાલીયાના પોલીસ હેડકવાર્ટર ખાતે વિજયાદશમી ના પાવન અવસરે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો પર્વ નો દિવસ શસ્ત્રપૂજનની ભારતીય સંસ્કૃતિમાં પરંપરા છે. વિજયાદશમીના પાવન અવસરે છોટાઉદેપુરના ખૂટાલીયાના પોલીસ હેડકવાર્ટર ખાતે ના.પો.અધિક્ષકશ કે.એચ.સૂર્વવાંશી,પી.આઇ એમ.જે.ચૌધરી તથા અન્ય પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ, પોલીસ જવાનો સાથે શસ્ત્રપૂજન કર્યું હતું. જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા પણ આ અવસરે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. ના.પો.અધિક્ષકશ કે.એચ.સૂર્વવાંશીએ સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજ રક્ષા અને સુરક્ષાના દાયિત્વ સાથો સાથ કરૂણા, સંવેદના રાખી પોલીસ દળને કર્તવ્યનો સંદેશ આપ્યો હતો. પોલીસદળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!