જે અંતર્ગત તા-૩૦/૧૨/૨૪ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મઢુત્રા દ્વારા અગરીયા રણ વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ સાથે વિવિધ અગરીયાની મુલાકાત લઈને હાલમાં ચાલી રહેલ 100 day’s TB કેમ્પેન અંતર્ગત શિબિર યોજવામાં આવી હતી. જેમાં રણમાં રહેતા અગરીયાઓને ટીબી ના લક્ષણો, ટીબી થી કંઈ રીતે રક્ષણ મેળવવુ તેમજ x-ray માટે મોકલવા અંગે સમજ આપી આરોગ્યની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
તેમજ આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે મેડિકલ કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પી.એચ.સી મઢુત્રા ના મેડિકલ ઓફિસર શ્રી વી એમ આહિર, મપહેસુ કે. કે સોલંકી, એસટીએસ તેજારામભાઈ રાજગોર, સીએચઓ બીજલબેન, ફિમેલ હેલ્થ વર્કર ભાવનાબેન તેમજ મપહેવ વિકાસભાઈ હાજર રહ્યા હતા.
બ્યુરો ચીફ ગોવાભાઈ આહીર પાટણ