છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ટીબી મુક્ત ભારત અંતર્ગત અને દીપક ફાઉન્ડેશનના સહયોગથી એક્સ-રે મોબાઈલ વેન આવી ગામ લોકોનું નિશુલ્ક એક્સરે પાડી ચેકઅપ કરવામાં આવ્યું જે કોઈ વ્યક્તિને છેલ્લા 10 થી 15 દિવસ થી ખાંસી નું પ્રમાણ ઘટતું ના હોય તેવી વ્યક્તિઓને ખાસ કરીને આ કેમ્પમાં બોલાવી અને એક્સરે પાડવામાં આવ્યા જેથી કરીને તેમને કઈ જાતની તકલીફ છે એ બાબતની જાણ થઈ શકે અને તે રોગ માટેની દવા પણ કરી શકાય જેથી કરીને જબુગામ ખાતે એક્સરે કેમ્પ અને ટીબી સ્કીનીંગ મોબાઈલ વેન દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે જિલ્લા આરોગ્ય કેન્દ્ર ના નિર્દેશ થી આ એક્સરે વેન અલગ અલગ ગામોમાં જઈ પોતાની કામગીરી કરતી હોય છે અને રોજે રોજના રિપોર્ટ આરોગ્ય શાખામાં જમા કરાવતા હોય છે જેથી કરીને જિલ્લાના લોકોને ટીબી જેવી બીમારીઓની સામે સમયસર સારવાર મળી રહે અને જિલ્લો ટીબી મુક્ત થઈ શકે જે સંદર્ભે જબુગામ ગામના અને આજુબાજુના વિસ્તારના લોકોએ લાભ લીધેલ હતો જેમાં ઉપસ્થિત નિદાન ટીમ અને પાંધ્રા Phc આરોગ્ય ની ટીમ અને જેમાં ટીબી સુપરવાઇઝર અજયસિંહ સોલંકી નેહલભાઈ દલાલ તેમજ પાંધ્રા પીએચસી ના સુપરવાઈઝર પ્રેમલાભાઈ રાઠવા તથા Cho હેમાલીબેન તથા આરોગ્ય ની ટીમ નું યોગદાન રહ્યું હતું આ x-ray કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની સેવા આપવામાં આવી જેમકે ટીબી એક્સ રે શંકાસ્પદ દર્દીના એક્સરે પાડવામાં આવ્યા અને ગળફાની તપાસ કરવામાં આવી ડાયાબિટીસ ,HB તપાસ કરવામાં આવી અને એક્સરે ની તપાસ કરવા આવેલા દર્દીઓને અજયસિંહ સોલંકી ટીબી સુપરવાઇઝર દ્વારા ટીબી રોગની માહિતી પૂરી પાડવામાં આવી.