गुजरात
Trending

બોડેલી વેપારીઓ દ્વારા રેલવે ફાટક પર બનનાર બ્રિજની ડિઝાઇન બદલવા તેમજ લંબાઈ ઓછી કરવા બાબતે આવેદનપત્ર આવ્યું.

છોટાઉદેપુર જિલ્લામાં આવેલું વેપારનું વડુમથક એવા બોડેલી અલીપુરાથી ઢોકલીયા જતા રસ્તા ઉપર આવેલ રેલવે ફાટક પર બનનારા રેલવેના બ્રિજને લઈ રોડની બંને બાજુ આવેલ દુકાનદાર અને હોસ્પિટલો માટે અસુવિધા ઉભી થવાનની બીટી સેવાતી હોય આ રેલવે ફાટક પર બનનાર નવા બ્રિજની ડિઝાઇન બદલવા તેમજ સર્વિસ રોડ અને લંબાઈ ઘટાડવા માટે આજે બોડેલીના વેપારીઓ દ્વારા બોડેલી મામલતદાર તેમજ માર્ગ અને મકાન વિભાગને આવેદન આપવામાં આવ્યુ ત્યારે મોટી સંખ્યામાં વ્યાપારીઓ જોડાયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના મુખ્યમંત્રી સમયગાળામાં બોડેલી આવ્યા હતા ત્યારે તેઓની સાથે તેમનો કાફલો આ ઢોકલીયા રેલવે ફાટક ટ્રેન નો ટાઈમ હોય ફાટક બંધ હોય ટ્રાફિકમાં ફસાયા હતા. ત્યાર બાદ તેઓએ આ ઢોકલીયા રેલવે ફાટક પર ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. જે જેને ઘણો લાંબો સમય થયા બાદ હવે જ્યારે ઓવર બ્રિજ બનાવવાનું નક્કી થઈ ગયું છે અને તે માટેની કામગીરી શરૂ થવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે ત્યારે અલીપુરા થી ઢોકલીયા ત્રણ રસ્તા સુધીના રોડ પર બનનાર આ રેલવે ના નવા ઓવર બ્રિજની હાલ જે ડિઝાઇન મંજૂર થઈને આવી છે તેનાથી સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બોડેલી અલીપુરાને ઢોકલીયાનાં વેપારીઓ દ્વારા આ બ્રિજ ની લંબાઈ બન્ને બાજુ ટૂંકી કરી સરખી લંબાઈ કરવામાં આવે અને બ્રિજ પિલ્લર સ્ટ્રક્ચર વાળો બનાવવામાં આવે જેથી આસ પાસ ના વેપારીઓ સાથે આ વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ હોસ્પિટલમાં આવતા લોકોને કોઈ અસુવિધા ઉભી ન થાય તેની સાથે સાથે બંને સાઈડ નો સર્વિસ રોડ ૫.૫ મીટર ના બદલે ૩.૭૫ મીટર નો બનાવામાં આવે અને બ્રિજ ના બાંધકામ સમય દરમિયાન બન્ને બાજુ યોગ્ય બાયપાસ આપવામાં આવે જેથી અવર જવર મા વધુ તકલીફ ન પડે એવી લાગણી અને માગણી સાથે આ બ્રિજનું ફરી સર્વે કરવા તદ્દઉપરાંત પ્રજાના હીતમાં આ બ્રિજ ની ડિજાઇન બદલવામાં આવે એવી લાગણી વેપારીઓ તેમજ લોકોમાં પ્રબળ બની હોય આજે લાગણી અને માગણી કરતું આવેદનપત્ર બોડેલીના સ્થાનિક વેપારીઓએ બોડેલી સેવાસદનમાં પહોંચી બોડેલીના પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે માર્ગ અને મકાન વિભાગનાં સ્થાનિક ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર આપી પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરી હતી. અને જો આ બ્રિજ ની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં નહિ આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સાથે આગળ જતા જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ફરજ પડશે તેવી સ્થાનિક વેપારીઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

 

Vande Bharat Live Tv News
Show More
Back to top button
error: Content is protected !!