गुजरातदाहोद

સંજેલી થી અમદાવાદ જવા માટે નવીન બસની ફાળવણી કરવામાં આવે તેવી મુસાફરો ની માંગ..

સંજેલી બ્રેકિંગ ન્યુઝ

સંજેલી થી અમદાવાદ રૂટ પર એસ. ટી બસનો નવીન રૂટ ચાલુ કરવા મુસાફરો ની માંગ,સંજેલી થી અમદાવાદ રૂટ પર સંજેલી થી અમદાવાદ જવા માટે વહેલી સવારમાં ૮:૦૦ વાગ્યા પછી એક પણ બસ નથી તો સંજેલી થી અમદાવાદ લુણાવાડા ડેપોથી બસની ફાળવણી કરવામાં આવે તેવી મુસાફરો રજુઆત કરે છે તો તેઓની રજુઆત મુજબની યાદી સંજેલી થી , જુસા માંડલી, સુલિયાત, મોરા, ઉંબેર ટેકરા, મોટી રેલ, વાકડી, ગોધર, લુણાવાડા, અમદાવાદ જવા માટે બસ ચાલુ થાય તો ઉપર જણાવેલ રૂટો પરના ગામો માંથી અમદાવાદ કે લુણાવાડા જવા માટે મુસાફરોને વધારાનો સંતરામપુર નો ફેરો પડે છે જે સમય અને પૈસાનો ખોટો વેડફાટ ના થાય અને મુસાફરોને રાહત મળે તેવી માંગ છે , જેથી શ્રી કાન્તિભાઈ આર. બામણિયા, ઉપ પ્રમુખ શ્રી આદિજાતિ મોરચો ભાજપા મુ.પો. મોટી રેલ (પશ્ચિમ) તાલુકો સંતરામપુર મહિસાગર નાઓ એ ધારાસભ્ય શ્રીમતી નિમિશાબેન સુથાર નાઓને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ નાઓને સંજેલી થી અમદાવાદ રૂટ પર સંજેલી થી અમદાવાદ જવા માટે ૮:૦૦ વાગ્યા પછી એક પણ બસ નથી તો નવીન બસ ચાલુ કરવા અને બસનો સમય સંજેલી થી અમદાવાદ ઉપાડવાનો સવારના ૯:૦૦ વાગ્યા નો રહે તેવી નવા રૂટની ફાળવણી કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.

રીપોર્ટ વિજય ચરપોટ સંજેલી
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ ડિજિટલ મીડિયા.

Vande Bharat Live Tv News
Show More
Back to top button
error: Content is protected !!