उदैपुरगुजरात

છોટાઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રી ડૉ.મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય અને મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા

રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે એસ એન કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ કલ્યાણ (સ્વાતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી ડૉ.મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મહાનુભાવોના હસ્તે આદિવાસી દેવી- દેવતાઓ અને ભગવાન બિરસા મુંડાજીનું પરંપરાગત રીતે પૂંજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી જણાવ્યું કે, આદિવાસી સમાજનો ઈતિહાસ વર્ષોથી સાહસ, શોર્ય, ખમીરવંતો અને ગૌરવશાળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે નાની વયે જ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર વિશે માહિતી આપી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આધુનિક સુવિધાયુકત શાળાઓ, હોસ્પિટલો, રોડ – રસ્તાઓ, સરકારની વિવિધ યોજનાઓથી લાભવંતિત થઈ છે. આ જિલ્‍લો વિકાસની કેડી કંડારી રહ્યો છે છોટાઉદેપુર શહેરમાં એસ એફ હાઇસ્કુલ ચોકડી થી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સુધીના માર્ગને “ભગવાન બિરસા મુંડા માર્ગ”ની પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે જાહેર કર્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે EMRS સ્કૂલના વિદ્યાર્થીઓ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર આધારિત નાટક ભજવ્યું હતું.આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સાધુસંતો અને મહારાજોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા જિલ્લામાં પીવાના પાણીના ૧૬ ટેન્કરોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉપસ્થિતિમાં ડેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, મદદનીશ કલેકટર મુસ્કાન ડાગર, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, અગ્રણી ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનઓ, જિલ્લાના તમામ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!