
કઠલાલ સરકારી વિનયમ અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તળપદા હિતેશકુમાર ગોવિંદભાઈ આ વિદ્યાર્થી કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ કેયુર મકવાણાના માર્ગદર્શન હેઠળ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. હેન્ડબોલ સ્પર્ધા રમવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી માંથી પસંદગી કરવામાં આવી છે આંતર યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધા માં ડૉ હરિસિંહ ગૌર યુનિવર્સિટી સાગર ( મધ્યપ્રદેશ ) ખાતે યોજાતાં તેમાં નેશનલ લેવલની ભાઈઓ સ્પર્ધામાં સરદાર પટેલ યુનિવર્સિટી ની ટીમમાં કઠલાલ કોલેજના વિદ્યાર્થીને સ્થાન મળવા બદલ કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.