A2Z सभी खबर सभी जिले की

જેતપુર-પાવી પોલીસ સ્ટેશનના મર્હુમ પોલીસકર્મી રમેશભાઈ રાઠવા ના પરિવારને 6,00,800 રૂપિયાની સહાય

પોલીસ અધિક્ષક,છોટાઉદેપુર કચેરીના તાબા હેઠળના જેતપુરપાવી પો.સ્ટે. ખાતે ફરજ બજાવતા મર્હુમ રમેશભાઈ ધનજીભાઈ રાઠવા, બ.નં.૩૧૬ નાઓ તા.૦૭/૧૦/૨૦૨૫ ના રોજ છોટાઉદેપુર કોર્ટ ખાતેની પોતાની ફરજ પૂર્ણ કરી જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે પરત જઈ રહેલ હતા. જે દરમ્યાન છોટાઉદેપુર-બોડેલી રોડ ધધોડા ખાતે માર્ગ અકસ્માતમાં તેઓનું દુઃખદ અવસાન થયેલ. ઈમ્તીયાઝ શેખ, IPS, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર જિલ્લાનાઓ દ્રારા આજરોજ જિલ્લા પોલીસ પરિવાર તરફથી એકત્રિત કરેલ કુલ-૪,૦૦,૮૦૦/- ( અંકે રૂપિયા ચાર લાખ આંઠસો પુરા ) તથા બંધુત્વ સહાયના કુલ-રૂ.૨,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા બે લાખ પુરા) મળી કુલ-૬,૦૦,૮૦૦/- ( અંકે રૂપિયા છ લાખ આંઠસો પુરા ) ની નાણાંકીય સહાય સ્વર્ગસ્થ પોલીસ કર્મચારીના આશ્રીત ધર્મ પત્ની કંપાબેન રમેશભાઈ રાઠવા, ગામ.કાવરા, તા.જેતપુર પાવી, જી.છોટાઉદેપુર નાઓને પરિવારની ઉપસ્થિતિમાં અપર્ણ કરી પરિવાર ઉપર આવી પડેલ દુઃખદ ઘડીમાં પોલીસ પરિવાર તરીકે પડખે ઉભા રહી સાત્વના પાઠવેલ. જેતપુર-પાવી પોલીસ સ્ટેશનના મર્હુમ પોલીસકર્મી રમેશભાઈ રાઠવા ના પરિવારને 6,00,800 રૂપિયાની સહાય છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના તાબા હેઠળના જેતપુર-પાવી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મર્હુમ રમેશભાઈ ધનજીભાઈ રાઠવા (બ.નં. 316) તા. 07/10/2025ના રોજ છોટાઉદેપુર કોર્ટ ખાતેની ફરજ પૂર્ણ કરી જેતપુર-પાવી પોલીસ સ્ટેશન તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન છોટાઉદેપુર-બોડેલી રોડ પર ધધોડા પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. મર્હુમ પોલીસકર્મીના પરિજનોને આ દુઃખદ ઘડીમાં સંવેદના અને સહાનુભૂતિરૂપે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા એકત્રિત કરાયેલ રૂ. 4,00,800 તથા બંધુત્વ સહાય રૂપે રૂ. 2,00,000 એમ કુલ 6,00,800 (છ લાખ આંઠસો) રૂપિયાની નાણાંકીય સહાય પોલીસ અધિક્ષક ઈમ્તીયાઝ શેખ, IPS છોટાઉદેપુર દ્વારા આજે અર્પણ કરવામાં આવી. આ સહાય મર્હુમ રમેશભાઈ રાઠવાની આશ્રિત ધર્મપત્ની શ્રીમતી કંપાબેન રમેશભાઈ રાઠવા, ગામ કાવરા, તા. જેતપુર પાવીને પરિવારજનોની ઉપસ્થિતિમાં સોંપવામાં આવી હતી. જિલ્લા પોલીસ પરિવારએ જણાવ્યું કે આવા કપરા સમયમાં અમે એક પરિવાર તરીકે મર્હુમના પરિવારજનો સાથે ઉભા છીએ અને તેમને હૃદયપૂર્વકની સંવેદનાઓ પાઠવીએ છીએ.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!