गुजरात

વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સંખેડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબહેનના અધ્યક્ષ પદે યોજાયો

વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સંખેડામાં ૭૩ જૂથોને ૧ કરોડ ૯ લાખથીવધુની સહાય વિતરણ

છોટાઉદેપુર, તા.06/03/2024. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાનશ્રીવર્ચ્યુઅલ ઉપસ્થિતી અને માન મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પાટણ ખાતે “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. રાજયના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં માન.ધારાસભ્યશ્રી, માન.સાંસદસભ્યશ્રીઅને સ્થાનિક પદાધિકારીની ઉપસ્થિતીમાં ૧૩ હજારથી વધુ સ્વ સહાય જૂથની ૧ લાખ ૩૦ હજાર થી વધુ મહિલાઓને રૂ. ૨૫૦ કરોડથી વધુ સહાય વિતરણ કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર,કવાંટ,સંખેડામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુરના સંખેડા તાલુકા માંડી.બી પારેખ હાઇસ્કુલમાં“નારી શક્તિ વંદના”કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબહેનનાઅધ્યક્ષપદે યોજાયો હતો.શ્રીમલકાબહેને નારી શક્તિને સંબોધતા જણાવ્યું હતુ કે, સ્વ સહાય જૂથની રચના બહેનોને આગળ લાવવા કરવામાં આવી હતી.આ સ્વ સહાય જૂથો થકી બહેનો પગભર અને આત્મનિર્ભર બની છે. નાની-નાની બચત થકી મહિલાઓએ બાળકોના વિદેશ જવાના સ્વપ્ન સાકાર કર્યા છે. આ પ્રંસગેસંખેડા ૧૩૯ના ધારાસભ્યશ્રીઅભેસિહંતડવીએ“નારી શક્તિ વંદના”કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને આપવાની સહાય વિતરણની માહિતી આપતા જણાવ્યું હતું કે કુંલ ૭૩ જૂથોને ૧ કરોડ ૯ લાખથીવધુની સહાય આપવામાં આવી છે. આ સહાયથી બહેનો પશુપાલન,કૃષિ,કૂટિરઉદ્યોગક્ષેત્રે પગભર બનશે.તેઓએ બાળા,કિશોરી અને મહિલાઓને મળતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!