A2Z सभी खबर सभी जिले कीUncategorized

રાજુલા પ્રાંત અધિકારીને કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચાર કરવામા આવ્યાં હતાં.

રાજુલા પ્રાંત અધિકારીને કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું.

રાજુલા શહેરમાં પ્રાંત કચેરી ખાતે રાજુલા-જાફરાબાદ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઇને પ્રાંત અધિકારી ડો. મેહુલકુમાર બરાસરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચાર કરવામા આવ્યાં હતાં. રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ આવેદનપત્રમાં જણાવેલ કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના મત માટે જે રાજા રજવાડાઓ સરદાર વલ્લભભાઈ પટેલના એક અવાજ પર જે રજવાડા સમર્પિત કર્યા તે રજવાડાની બહેન દીકરી વિશે ટિપ્પણી કરી પોતાના મત માટે વાણી વિલાસ કરેલ છે. સમગ્ર ક્ષત્રિય સમાજને નીચો બતાવવા પ્રયાસ કરેલ છે તે ખૂબજ આઘાત જનક છે. સમગ્ર ગુજરાતમાં હાલ વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે અમરેલી જીલ્લાના રાજુલામાં પુરષોતમ રૂપાલા સામે વિરોધ જોવા મળ્યો છે. સમગ્ર દેશનો ક્ષત્રિય સમાજ નારાજ છે. ત્યારે રાજુલા-જાફરાબાદ તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ છે કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામા આવે અને વાણી વિલાસ બહેનો માટે કરેલ છે તેની યોગ્ય તપાસ કરવામા આવે જેને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામા આવ્યું હતું.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!