સુરતઃ સુરતની શાંતિ ડહોળવા માટે જાણે પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ પાલ માં જૈનોની બહુધા વસ્તી ધરાવતા વિસ્તારમાં ભેંસનું કપાયેલું ધડ અને કપાયેલા પગ અલગ અલગ રીતે ફેંકવામાં આવતાં વાતાવરણ તંગ થઇ જવા પામ્યું હતું. બીજી તરફ પોલીસ પણ આ કૃત્ય કોણે કર્યું છે તે શોધવા માટે દોડતી થઈ ગઈ હતી. પોલિસે તત્કાળ અફએસએલ ની મદદ લેતા મોડી સાંજે રિપોર્ટમાં આ ભેંસનાં અંગો હોવાનુ સાબિત થયું હતું. પાલના મણિભદ્ર એપાર્ટમેન્ટ ની બહાર થી ભેંસનું ધડ મળ્યું હતું અને લેમન ગ્રાસ હોટલ પાસે થી કપાયેલા પગ મળ્યાં હતા. આ ગંભીર ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચ, એસ ઓ જી , અડાજણ પોલીસ આરોપીઓને શોધવામાં કામે લાગી ગયા છે. આ બનાવના સંદર્ભે જૈન મુનિઓ અને જૈન ધર્મના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
2,529 Less than a minute